IND vs SA Final: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પણ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો અજેય રહી છે, પરંતુ આજે એક ટીમની જીતનો સિલસિલો તૂટી જશે અને બીજી ટીમ વર્લ્ડ કપની ટ્રોફી લઈ જશે. ટીમ ઈન્ડિયા 2014 બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે આફ્રિકન ટીમ વર્લ્ડ કપ ટાઈટલ ટક્કરના દબાણનો સામનો કરશે.






રોહિત શર્માએ બેટિંગ પસંદ કરી 


ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું- અમે પહેલા બેટિંગ કરીશું, પિચ ઘણી સારી લાગી રહી છે. અમે અહીં પહેલા પણ મેચ રમી ચૂક્યા છીએ અને આ પિચ પર સારો સ્કોર બનાવ્યો છે. ટીમના ઘણા ખેલાડીઓ વ્યક્તિગત રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે અને અમે જાણીએ છીએ કે તે દબાણથી ભરપૂર મેચ હશે, પરંતુ અમારે ધીરજ અને શાંતિથી રમવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકા સારું ક્રિકેટ રમ્યું છે, પરંતુ અમે પણ સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમારી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  


ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.


સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન - એઇડન માર્કરામ (કેપ્ટન), , રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કે જેન્સન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેજ શમ્સી


T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં જો વરસાદને કારણે ટાઈટલ મેચમાં વિક્ષેપ પડે છે અને મેચ આજે રમાઈ શકતી નથી તો ફાઈનલ મેચ પણ 30 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાઈ શકે છે. જોકે, હાલમાં બાર્બાડોસમાં હવામાન સાફ છે અને મેચ સમયસર શરૂ થવાની આશા છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, ફાઈનલ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 કલાકે થવાનો છે. મેચ 8 વાગ્યે શરૂ થશે.