T20 World Cup 2024 Free Live Streaming Details: T20 વર્લ્ડ કપ 2024 ઇન્ડિયન પ્રિમિયર 2024 પછી શરૂ થશે. ચાહકો મફતમાં IPLની મજા માણી રહ્યા છે. પરંતુ દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો હતો કે શું તેઓ ટી-20 વર્લ્ડ કપ ફ્રીમાં જોઈ શકશે કે પછી તેના માટે પૈસા ખર્ચવા પડશે? તો આ સવાલનો જવાબ આપતા ડિઝની પ્લસ હોટસ્ટારે એક મોટી જાહેરાત કરી છે. હોટસ્ટારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ચાહકો ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'ફ્રી'માં આખો T20 વર્લ્ડ કપ જોઈ શકશે. પરંતુ ટૂર્નામેન્ટ ફ્રીમાં જોવાની શરત પણ મૂકવામાં આવી છે.
વાસ્તવમાં ચાહકો ફક્ત મોબાઇલ પર જ મફતમાં T20 વર્લ્ડ કપ જોઈ શકશે. આ સિવાય ટીવી અથવા લેપટોપ જેવા અન્ય કોઈ ડિવાઇસ પર ટૂર્નામેન્ટ જોવા માટે પૈસા ખર્ચવા પડશે, જે ચાહકો માટે ખરાબ અનુભવ હોઈ શકે છે. હોટસ્ટારે ટૂર્નામેન્ટના ફ્રી લાઈવ સ્ટ્રીમિંગને લઈને એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જોવા મળી રહ્યો છે.
ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે
નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ 2024 રવિવાર, 2 જૂનથી શરૂ થશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ બુધવારે 5 જૂને આયરલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ગ્રુપ-એમાં હાજર છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમની બીજી મેચ 9 જૂન, રવિવારે પાકિસ્તાન સામે થશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ રમી રહેલી ટીમ ઈન્ડિયા પ્રથમ અને બીજી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.
આ પહેલા રમાયેલા 2022 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમિફાઈનલથી આગળ વધી શકી નહોતી. ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રુમરાહ, મોહમ્મદ સિરાજ.