T20 World Cup 2024 Semi-final: ICC T20 વર્લ્ડ કપ 2024ને (T20 world cup 2024)  લઈને એક નવી માહિતી સામે આવી છે. આ વખતે ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ (T20 world cup 2024 semi final) માટે રિઝર્વ ડે (reserve day) રાખવામાં આવ્યો નથી. જો કે, આ માટેનો સમય ચોક્કસપણે લંબાવવામાં આવ્યો છે. જો બીજી સેમિ ફાઈનલ મેચ વરસાદને (rain stops play) કારણે પ્રભાવિત થાય છે, તો તેને 250 મિનિટ એટલે કે લગભગ 4 કલાક સુધી લંબાવી શકાય છે. આ સાથે અન્ય નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપ 2024નું આયોજન યુએસએ (USA) અને વેસ્ટ ઈન્ડિઝમાં (West Indies) થશે.


T20 વર્લ્ડ કપ 2024નું આયોજન 1 જૂનથી કરવામાં આવશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 26 જૂને રમાશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ગયાનામાં રમાશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, બીજી સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે અટકે છે તો તેને 4 કલાક 10 મિનિટ સુધી લંબાવી શકાય છે.


વરસાદથી મેચ રદ્દ થશે તો કોને થશે ફાયદો?


જો વરસાદને કારણે મેચ રદ્દ થશે તો તેનો ફાયદો પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને મળશે. સુપર-એઈટમાં ટોચ પર રહેનારી ટીમને ફાઇનલમાં સ્થાન મળશે. જો કે, મેચ ત્યારે જ રદ થશે જ્યારે તેને રમવાની બિલકુલ શક્યતા ન હોય. આ અંગે અમ્પાયર જ નિર્ણય લેશે. ગયાનાની રમતની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે.


પ્રથમ સેમિફાઇનલ માટે અનામત દિવસ રહેશે.


T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ 26 જૂને ત્રિનિદાદમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યાથી રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો તે 27 જૂને રમાઈ શકે છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.