Fielder Of The Match Medal IND vs ENG Semi Final: T20 વર્લ્ડ કપ 2024 ની સેમી ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડથી મડેલ હારનો બદલો લીધો હતો. ભારતે આ મેચ ખૂબ મોટા અંતરથી જીતી હતી. આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં એન્ટ્રી પાકી કરી લીધી છે. હવે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને દક્ષિણ આફ્રિકા સામે છે. સેમિફાઇનલ મેચમાં ભારતે જબરદસ્ત ફિલ્ડીંગ બતાવી હતી. જેમાં બે રન આઉટ વિકેટ પણ સામેલ હતી.
T20 વર્લ્ડ કપ 2024 ની સેમી ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ફિલ્ડર ઓફ ધ મેચના નામની જાહેરાત કરવામાં આવી હતી અને યોગ્ય વ્યક્તિને મેડલ આપવામાં આવ્યો હતો. આ માટે ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપે ટીમને સંબોધન કર્યું હતું અને ખેલાડીઓના પરસ્પર સંકલનની અને એકતાની પ્રશંસા કરી હતી.
દિનેશ કાર્તિકે ઋષભ પંતને ફિલ્ડર ઓફ ધ મેચ મેડલ પ્રદાન કર્યું હતું
કોચ ટી દિલીપે આ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકને ફિલ્ડર ઓફ ધ મેચ મેડલ આપવા માટે બોલાવ્યો હતો. ઋષભ પંતને મેડલ આપતી વખતે કાર્તિકે કહ્યું - રમતગમતમાં ઘણી વાર્તાઓ યાદગાર છે, પરંતુ જે ખેલાડીને હું આ મેડલ આપી રહ્યો છું તેના કરતા વધુ સારી વાર્તા ભાગ્યે જ કોઈકની હશે. જે વસ્તુ તેણે એક વર્ષ પહેલા હાંસલ કરી હતી, અથવા કદાચ છ વર્ષ પહેલા, એક મહિના પહેલા, કોઈએ તેને આ ટીમમાં જોયો ન હતો અને ઘણાને આશા ન હતી કે તે આટલી જલ્દી આ રમત રમી શકશે, પરંતુ તેણે અહીં મેદાન પર જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોઈને બધા પ્રભાવિત થયા. તે ખુશ છે માત્ર મેદાનમાં પાછો આવીને તેણે કરોડો લોકોને ખુશ કર્યા છે.
ફિલ્ડિંગ કોચે કોહલી, પંડ્યા, અક્ષર પટેલ અને સૂર્યકુમારની પ્રશંસા કરી હતી
કોચ દિલીપે ખાસ કરીને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી કે તેઓ જ્યારે પણ બોલિંગ કરે ત્યારે ફિલ્ડિંગ પોઝિશન બદલવામાં તત્પરતા દર્શાવે છે. તેણે આદિલ રશીદને રન આઉટ કરવા માટે સૂર્યકુમાર યાદવ દ્વારા લેવામાં આવેલી બેકફ્લિપ અને કુલદીપ યાદવ દ્વારા લિયામ લિવિંગસ્ટોનને રન આઉટ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.આમ ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં પોતાની એકતા સાથે શાનદાર પર્ફોમન્સ આપી રહી છે.