T20 World Cup Hat Tricks:  પેટ કમિન્સે 21 જૂન, 2024ના રોજ એંટિંગના નોર્થ સાઉન્ડ સ્થિત સર વિવિયન રિચડર્સ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. તે ટી20 વર્લ્ડકપ 2024માં હેટ્રિકે લેનારો પ્રથમ બોલર બન્યો છે. પેટ કમિન્સ ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો વિશ્વનો સાતમો બોલર છે.


ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારા બોલરો



  • બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા) વિ બાંગ્લાદેશ, કેપ ટાઉન, 2007

  • કર્ટિસ કેમ્ફર (આયર્લેન્ડ) વિ નેધરલેન્ડ, અબુ ધાબી, 2021

  • વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, શારજાહ, 2021

  • કાગીસો રબાડા (સાઉથ આફ્રિકા) વિ. ઈંગ્લેન્ડ, શારજાહ, 2021

  • કાર્તિક મયપ્પન (UAE) વિ. શ્રીલંકા, ગીલોંગ, 2022

  • જોશુઆ લિટલ (આયર્લેન્ડ) વિ ન્યુઝીલેન્ડ, એડિલેડ, 2022

  • પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, 2024


ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ઈવેન્ટ્સમાં અત્યાર સુધીમાં 3 હેટ્રિક લીધી છે. પેટ કમિન્સ આઈસીસી ઈવેન્ટ્સમાં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન છે. તેના પહેલા આ સિદ્ધિ માત્ર બ્રેટ લીના નામે હતી. બ્રેટ લીએ 2003 અને 2007માં આવું કર્યું હતું. બ્રેટ લીએ આ બંને હેટ્રિક દક્ષિણ આફ્રિકામાં જ લીધી હતી.


આઇસીસી ઇવેન્ટમાં હેટ્રિક લેનારા ઓસ્ટ્રેલિયન



  • બ્રેટ લી વિ કેન્યા, 2003

  • બ્રેટ લી વિ બાંગ્લાદેશ, 2007

  • પેટ કમિન્સ વિ બાંગ્લાદેશ, 2024


મહમુદુલ્લાહના નામે નોંધાયો અણગમતો રેકોર્ડ


બાંગ્લાદેશ સામેની મેચમાં, પેટ કમિન્સે 18મી ઓવરના પાંચમા બોલ પર મહમુદુલ્લાહ, પછીના બોલ પર મેહદી હસન અને 20મી ઓવરના પ્રથમ બોલ પર તૌહીદ હ્રદયની વિકેટ લીધી હતી.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છઠ્ઠી વખત મહમુદુલ્લાહ હેટ્રિક દરમિયાન આઉટ થયો હતો. જે સૌથી વધારે છે. કોઈપણ બેટ્સમેનના નામે આવો અણગમતો રેકોર્ડ નોંધાયો નથી.


મેન્સ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી હેટ્રિક લેનારા બોલર્સ



  • બ્રેટ લી વિ બાંગ્લાદશે, ટી20 વર્લ્ડકપ 2007

  • એશ્ટન અગર વિ દક્ષિણ આફ્રિકા, 2020

  • નાથન એલિસ વિ બાંગ્લાદેશ, ઓગસ્ટ 2021

  • પેટ કમિંસ વિ બાંગ્લાદેશ, ટી20 વર્લ્ડકપ, 2024


ટી 20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી 4માંથી 3 હેટ્રિક દક્ષિણ આફ્રિકા સામે નોંધાઈ છે. ઓસ્ટ્રેલિયા માટે ટી20 ઈન્ટરનેશલમાં છેલ્લા 4 વર્ષમાં 3 હેટ્રિક નોંધાઈ છે. પ્રથમ હેટ્રિક બ્રેટલીએ હતી.


આજે ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપ 2024ની 44મી મેચમાં ડકવર્થ-લુઇસ પદ્ધતિ (DLS Method) હેઠળ બાંગ્લાદેશને 28 રનથી હરાવ્યું હતું. સુપર-8 તબક્કામાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી. વરસાદના કારણે મેચ અનેકવાર રોકવી પડી હતી જેના કારણે મેચનું પરિણામ DLS હેઠળ નક્કી કરાયું હતું.