Rohit Sharma IND vs ENG: રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને ખૂબ ખરાબ રીતે હરાવ્યું હતું. રોહિતે આ મેચમાં જોરદાર બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તેણે 39 બોલનો સામનો કરીને 57 રન બનાવ્યા હતા. રોહિતે આ ઇનિંગના આધારે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે એક જ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તે એકંદર યાદીમાં બીજા સ્થાને છે.આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ખૂબ શાનદાર પર્ફોમન્સ આપી રહી છે. રોહિત શર્મા માત્ર કેપ્ટનશિપ જ નહીં પરંતુ પોતાની બેટિંગનું પણ શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે.


વાસ્તવમાં ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નામે છે. તેણે 2021માં 303 રન બનાવ્યા હતા. આ યાદીમાં રોહિત શર્મા બીજા સ્થાને છે. રોહિતે 248 રન બનાવ્યા છે. તેમજ આ યાદીમાં જોસ બટલર ત્રીજા નંબર પર છે બટલરે 2022માં 225 રન બનાવ્યા હતા. આ યાદીમાં કેન વિલિયમસન પણ 216 રન સાથે ચોથા સ્થાને છે.


રોહિતના નામે વધુ એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. તે T20 વર્લ્ડ કપની જીતેલી મેચોમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિતે 11 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટે કોહલી એ આ કામ 10 વખત કર્યું છે. ડેવિડ વોર્નર ત્રીજા નંબર પર છે. તેણે 7 વખત અડધી સદી ફટકારી છે. જ્યારે જોસ બટલરે આ રેકોર્ડ 5 વખત બનાવ્યો છે.


T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝ પહેલા નંબર પર છે. તેણે 8 મેચમાં 281 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ બીજા નંબર પર છે. હેડે ઓસ્ટ્રેલિયા માટે જોરદાર બેટિંગ કરી છે અને 7 મેચમાં 255 રન બનાવ્યા છે. રોહિત આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તેણે 7 મેચમાં 248 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ પણ ટોપ 10 ખેલાડીઓમાં સામેલ છે. સૂર્યકુમાર યાદવ 9મા નંબર પર છે. તેણે 7 મેચમાં 196 રન બનાવ્યા છે.