T20 World cup 2024 Warm Ups Schedule: આઇસીસી ટી-20 વર્લ્ડકપ (ICC T20 World Cup) 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. T20 World Cupની નવમી સીઝનની શરૂઆત અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 5 જૂને આયરલેન્ડ સામે રમશે. પરંતુ તે પહેલા ભારતે વોર્મ અપ મેચ રમવી પડશે. ICCએ આ મેગા ટૂર્નામેન્ટ પહેલા વોર્મ અપ મેચનું શિડ્યુલ જાહેર કરી દીધુ છે. ચાલો જાણીએ ભારત કઈ ટીમ સાથે મેચ કરશે.






27મી મેથી વોર્મ મેચનો પ્રારંભ થશે. પરંતુ ભારતીય ટીમ તેની મેચ 1 જૂન, શનિવારે રમશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સાથે ટકરાશે. બંને ટીમોએ પોતાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. જો આપણે T20માં બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી બંને ટીમો 13 વખત સામ-સામે ટકરાઇ ચૂકી છે. દરમિયાન ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે 13માંથી 12 મેચ જીતી છે. તો બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું છે.


વોર્મ અપ મેચ શિડ્યૂલ:


27મી મેના રોજ રમાનારી મેચોઃ



  1. કેનેડા Vs નેપાળ


      2.નામિબિયા Vs યુગાન્ડા



  1. ઓમાન Vs પાપુઆ ન્યુ ગિની


 


28મી મેના રોજ રમાનારી મેચોઃ



  1. શ્રીલંકા Vs નેધરલેન્ડ

  2. ઓસ્ટ્રેલિયા Vs નામિબિયા

  3. બાંગ્લાદેશ Vs યુએસએ


 


29 મેના રોજ રમાનારી મેચો:



  1. અફઘાનિસ્તાન Vs ઓમાન


30 મેના રોજ રમાનારી મેચો:



  1. નેપાળ Vs યુએસએ

  2. નેધરલેન્ડ Vs કેનેડા

  3. વેસ્ટ ઈન્ડિઝ Vs ઓસ્ટ્રેલિયા

  4. સ્કોટલેન્ડ Vs યુગાન્ડા

  5. નામિબિયા Vs પાપુઆ ન્યુ ગિની


31 મેના રોજ રમાનારી મેચો:



  1. આયરલેન્ડ Vs શ્રીલંકા

  2. સ્કોટલેન્ડ Vs અફઘાનિસ્તાન


1 જૂને રમાનારી મેચો:



  1. ભારત Vs બાંગ્લાદેશ