T20 world cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા પાસે ફક્ત એક T20I શ્રેણી બાકી રહી છે. દક્ષિણ આફ્રિકા સામેની ચાલુ સીરીઝ શુક્રવારે સમાપ્ત થશે અને ત્યારબાદ ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે T20I સીરીઝ રમશે. ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ ટીમ 2026 ટૂંક સમયમાં જાહેર થવાની શક્યાતાઓ છે. એ પણ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે 15 સભ્યોની ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. અમે અહીં કેટલાક ખેલાડીઓના નામ સાથે યાદી આપી છે જેમનો ટી20 વર્લ્ડ કપ 2026માં સમાવેશ થઈ શકે છે.
અહેવાલો અનુસાર, પુરુષોની ક્રિકેટ પસંદગી સમિતિ શનિવાર 20 ડિસેમ્બરે મળશે. ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણી અને 2026 ના T20I વર્લ્ડ કપ માટે ટીમોની પસંદગી એક જ દિવસે કરવામાં આવશે. ટીમોની જાહેરાત શનિવારે જ થઈ શકે છે.
એ નોંધવું જોઈએ કે બધી ટીમોએ ICC ટુર્નામેન્ટ શરૂ થવાના ઓછામાં ઓછા એક મહિના પહેલા તેમની ટીમની જાહેરાત કરવી જરૂરી છે. જો કે, આ પછી પણ બોર્ડ ICC ટેકનિકલ કમિટીની મંજૂરીથી તેની ટીમમાં ફેરફાર કરી શકે છે. એક ટીમ ICC ટુર્નામેન્ટ માટે મહત્તમ 15 ખેલાડીઓ જ પસંદ કરી શકે છે.
સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ આ ખેલાડીઓને તક મળી શકે
સૂર્યકુમાર યાદવ 2026 ના T20 વર્લ્ડ કપમાં કેપ્ટન બનશે. જો ફિટ થશે તો વાઈસ-કેપ્ટન શુભમન ગિલ પણ રમશે તે નિશ્ચિત છે. T20 માં નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા વગરની ટીમ હાલમાં અશક્ય છે. અભિષેકની સાથે તિલક વર્માનો ટીમમાં સમાવેશ નિશ્ચિત છે, કારણ કે તે બેટ અને ફિલ્ડિંગ બંનેમાં અસરકારક રીતે યોગદાન આપે છે.
સંજુ સેમસન અને જીતેશ શર્મા બે વિકેટકીપર તરીકે ટીમમાં હોઈ શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેનો પણ ઓલરાઉન્ડર તરીકે સમાવેશ નિશ્ચિત છે. ત્રીજા ફાસ્ટ બોલર હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ સાથે ટીમમાં હોઈ શકે છે, કારણ કે તેણે અગાઉની મેચોમાં સારી બોલિંગ કરી છે. ભારતીય પીચો પર સ્પિનરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી પણ ટીમમાં હશે તે નિશ્ચિત છે.
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની સંભવિત ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.