T20 World Cup: ICC T20 વર્લ્ડકપમાં આજે બે મુકાબલા છે. બંને મુકાબલા ખાસ છે. મોટા ભાગની ટીમો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે. કારણકે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી બીજી બેટિંગ કરનારી ટીમનો સકસેસ રેટ 86 ટકા રહ્યો છે. 14 માંથી 12 મેચ બાદમાં બેટિંગ કરનારી ટીમે જીતી છે.
અફઘાનિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ અપવાદ
જે બે મુકાબલામાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે તેમાં પ્રથમ નામ અફઘાનિસ્તાનનું છે અને બીજું વેસ્ટ ઈન્ડિઝનું છે. અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને સ્કોટલેન્ડની ટીમ 60 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશને 3 રનથી હરાવ્યું હતું.
14માંથી 12 મેચમાં બેટિંગ કરનારી ટીમ જીતી
- ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 5 વિકેટથી હાર આપી.
- ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટથી હાર આપી.
- શ્રીલંકે બાંગ્લાદેશને 5 વિકેટથી હાર આપી.
- પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હાર આપી.
- દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હાર આપી.
- પાકિસ્તાને ન્યૂઝિલેન્ડને 5 વિકેટથી હાર આપી.
- ઈંગ્લેન્ડે બાંગ્લાદેસને 8 વિકેટથી હાર આપી.
- નામીબિયાએ સ્કોટલેન્ડને 4 વિકેટથી હાર આપી.
- ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હાર આપી.
- પાકિસ્તાન અફઘાનિસ્તાનને 5 વિકેટથી હાર આપી.
- દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 4 વિકેટથી હાર આપી.
- ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી.
ટી-૨૦ વર્લ્ડ પમાં ભારતના ન્યૂઝીલેન્ડ સામે કેવો છે દેખાવ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપમાં બે મુકાબલા રમાયા છે અને બંનેમાં ન્યૂઝીલેન્ડ વિજેતા બન્યું છે. વર્ષ ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોહનિસબર્ગમાં રમાયેલી મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ૧૦ રનથી પરાજય થયો હતો. ન્યૂઝીલેન્ડના ૧૯૦ સામે ભારત ૯ વિકેટે ૧૮૦ રન કરી શક્યું હતુ. તે મેચમાં મેક્કુલમે ૪૫ અને મેકમિલને ૪૪ રન કર્યા હતા. ૨૦ રનમાં ચાર વિકેટ ઝડપનારો વેટ્ટોરી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે ભારત તરફથી ગંભીરે ૫૧ અને સેહવાગે ૧૭ બોલમાં ૪૦ રન કર્યા હતા.
૨૦૧૬માં ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં રમાયેલી ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ ૪૭ રનથી જીત્યું હતુ. ન્યૂઝીલેન્ડના ૧૨૬/૭ સામે ભારત ૭૯માં ખખડયું હતુ. કોરી એન્ડરસને ૩૪ રન કર્યા હતા. સાન્ટનરે ૧૧ રનમાં ચાર અને ઈશ સોઢીએ ૩ વિકેટ ઝડપતા ભારત ૭૯માં ખખડયું હતુ. જેમાં ધોનીના ૩૦ અને કોહલીના ૨૩ રન હતા. તે મેચમાં કોહલી, રહિત, અશ્વિન, બુમરાહ, ધવન, હાર્દિક પંડયા, જાડેજા ભારત તરફથી અને વિલિયમસન, ગપ્ટિલ, સાન્ટનર, ઈશ સોઢી અને મિલ્ને ન્યૂઝિલેન્ડ તરફથી રમ્યા હતા.