T20 WC 2021, IND vs NZ: ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 વર્લ્ડકપમાં પોતાની બીજી મેચ રમશે. સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવવું પડે તેમ છે. આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે જીતી શક્યું નથી. વર્તમાન ટી20 વર્લ્ડકપમાં બંને ટીમની પાકિસ્તાન સામે કારમી હાર થઈ છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. સાંજે 7 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે
કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે. ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.
ચેનલ ન હોય તો પણ અહીંથી ફ્રી જોઈ શકાશે મેચ
ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતના ન્યૂઝીલેન્ડ સામે બે પરાજય
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપમાં બે મુકાબલા ખેલાયા છે અને બંનેમાં ન્યૂઝિલેન્ડ વિજેતા બન્યું છે. વર્ષ ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોહનીસબર્ગમાં રમાયેલી મેચમાં ભારતનો ન્યૂઝિલેન્ડ સામે ૧૦ રનથી પરાજય થયો હતો. ન્યૂઝિલેન્ડના ૧૯૦ સામે ભારત ૯ વિકેટે ૧૮૦ રન કરી શક્યું હતુ. તે મેચમાં મેક્કુલમે ૪૫ અને મેકમિલને ૪૪ રન કર્યા હતા. ૨૦ રનમાં ચાર વિકેટ ઝડપનારો વેટ્ટોરી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે ભારત તરફથી ગંભીરે ૫૧ અને સેહવાગે ૧૭ બોલમાં ૪૦ રન કર્યા હતા.
૨૦૧૬માં ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં રમાયેલી ભારત સામેની મેચમાં ન્યૂઝિલેન્ડ ૪૭ રનથી જીત્યું હતુ. ન્યૂઝિલેન્ડના ૧૨૬/૭ સામે ભારત ૭૯માં ખખડયું હતુ. કોરી એન્ડરસને ૩૪ રન કર્યા હતા. સાન્ટનરે ૧૧ રનમાં ચાર અને ઈશ સોઢીએ ૩ વિકેટ ઝડપતા ભારત ૭૯માં ખખડયું હતુ. જેમાં ધોનીના ૩૦ અને કોહલીના ૨૩ રન હતા. તે મેચમાં કોહલી, રહિત, અશ્વિન, બુમરાહ, ધવન, હાર્દિક પંડયા, જાડેજા ભારત તરફથી અને વિલિયમસન, ગપ્ટિલ, સાન્ટનર, ઈશ સોઢી અને મિલ્ને ન્યૂઝિલેન્ડ તરફથી રમ્યા હતા.