Virat Kohli on India vs Pakistan Match: સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપનો સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબેર, રવિવારે છે. એશિયાના બે કટ્ટર હરિફના આ મુકાબલાની ફેન્સ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ મહામુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યુ છે.


કોહલીએ  એ સવાલનો જવાબ આપ્યો છે જે સામાન્ય રીતે દરેક ફેન્સ જાણવા માંગે છે. શું પાકિસ્તાન સામેના મુકાબલા પહેલા તે નવર્સ છે ? જેનો જવાબ કોહલીએ નામાં આપ્યો છે.






ત્રણ દાયકાથી વર્લ્ડકપમાં ભારતને નથી હરાવી શક્યું પાકિસ્તાન


પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.


આ નેતાઓ મેચનો કરી ચુક્યા છે વિરોધ


ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. આ દરમિયાન કાશ્મીરમાં થઈ રહેલી આતંકી પ્રવૃત્તિના કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થવાની વાત વાયુવેગે પ્રસરી રહી છે. મોદી સરકારના દિગ્ગજ મંત્રી ગિરિરાજ સિંહ, બિહારની ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ બાદ અસદુદ્દીન ઓવૈસી મેચનો વિરોધ કરી ચુક્યા છે.


ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા


વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી


સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર


આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ


આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.