T20 World Cup, IND vs PAK: ટી-20 વર્લ્ડકપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ફેન્સની નજર 24 ઓક્ટોબરે રમાનારા ભારત-પાકિસ્તાનના મુકાબલા પર છે. આ દરમિયાન આજે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ યુએઈ માટે રવાના થઈ છે. પાકિસ્તાનના ફેન્સે તેમની ટીમે ભારત સામે રમાનારી મેચની યાદ અપાવતાં કહ્યું, મેચ જીતીને જ આવજો.


પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે ટ્વીટર પર એક તસવીર શેર કરી છે. જેમાં લખ્યું કે, અમે યુએઈ જઈ રહ્યા છે. તમારો સપોર્ટ અમારા માટે ખાસ છે. ટીમનો સાથ આપજો, સપોર્ટ કરજો, દુઆ કરજો અને વિશ્વાસ રાખજો. જેના પર યૂઝરે લખ્યું 24 ઓક્ટોબરની મેચ જીતીને આવજો નહીંતર પરત નહીં આવવા દઈએ. ભારતીય યૂઝર્સે પણ લખ્યું કે, ઈન્ડિયા જ જીતશે કારણકે અમારી પાસે ધોની અને વિરાટ કોહલી છે.






ત્રણ દાયકાથી વર્લ્ડકપમાં ભારતને નથી હરાવી શક્યું પાકિસ્તાન


પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.


ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા


વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી


સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર









આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.