T20 World Cup: T20 વર્લ્ડ કપના સુપર 12 ટીમોની મેચો રમાઈ રહી છે જ્યાં ગ્રુપ 2માં સેમિફાઇનલ માટેની રેસમાં રવિવારે રસપ્રદ વળાંક આવ્યો છે. રવિવારે રમાયેલી બે મેચોમાં પાકિસ્તાને નેધરલેન્ડને હરાવ્યું હતું અને બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું હતું. ત્રણ મેચ રમાયા બાદ દક્ષિણ આફ્રિકા ગ્રુપ 2માં ટોચ પર છે અને ભારત બીજા સ્થાને છે. બીજી તરફ પોતાની બે મેચો હારી જનાર પાકિસ્તાની ટીમ હજુ પણ સેમિફાઇનલની રેસમાં યથાવત છે.


પોઈન્ટ ટેબલમાં ભારતનું સ્થાન નંબર 2 પરઃ


દક્ષિણ આફ્રિકાએ કુલ 3 મેચ રમી છે જેમાં તેના 5 પોઈન્ટ છે. જ્યારે ભારત અને બાંગ્લાદેશના 4-4 પોઈન્ટ છે. ઝિમ્બાબ્વેના 3 જ્યારે પાકિસ્તાનના 2 પોઈન્ટ છે. આ સાથે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારતનો નેટ રન રેટ +0.844 છે જેનાથી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ કરતાં આગળ છે. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારે 2 નવેમ્બરના રોજ મેચ રમાશે અને સેમિફાઇનલની રેસમાં આગળ કોણ છે તે નક્કી કરવા માટે આ મેચ ખૂબ જ રોમાંચક બની રહેશે.


પાકિસ્તાન માટે સેમીફાઈનલની એન્ટ્રીનું સમીકરણઃ


દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ +2.772 છે અને તેથી તે ગ્રુપ 2 માંથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે ટોચ પર છે. પાકિસ્તાનની વાત કરીએ તો તેણે અંતિમ ચાર ટીમો જે સેમી ફાઈનલ રમશે તેમાં સ્થાન મેળવવા માટે પહેલાં દક્ષિણ આફ્રિકા અને પછી બાંગ્લાદેશ સામે જીત મેળવવી પડશે.


જો પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવશે તો તેના 6 પોઈન્ટ થશે. અને પછી સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે તેણે બાકીની મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
કારણ કે બાંગ્લાદેશ સામે ઝિમ્બાબ્વેની હારના કારણે હવે તેઓ બેક ફૂટ પર આવી ગયા છે અને એવું લાગતું નથી કે તેઓ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પાકિસ્તાનની બાકીની બે મેચ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે છે.


T20 વર્લ્ડ કપ સુપર 12 સ્ટેજમાં ગ્રુપ 2ની બાકીની મેચો


2 નવેમ્બર: ઝિમ્બાબ્વે v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ


2 નવેમ્બર: ભારત v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ


3 નવેમ્બર: પાકિસ્તાન v/s દક્ષિણ આફ્રિકા, SCG, સિડની


6 નવેમ્બર: દક્ષિણ આફ્રિકા v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ


6 નવેમ્બર: પાકિસ્તાન v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ


6 નવેમ્બર: ભારત v/s ઝિમ્બાબ્વે, MCG, સિડની