દુબઈઃ યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડકપ માટે ગુરૂવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરાઈ હતી. જો કે આ જાહેરાત સાથે જ અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં વિવાદ થયો  છે.


રાશિદ ખાનનો દાવો છે કે,  ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ ટીમની પસંદગી કરતી વખતે તેનો અભિપ્રાય લીધો નથી અને પોતાની રીતે ટીમ પસંદ કરી લીધી છે. અફઘાનિસ્તાન બોર્ડે રાશીદનું રાજીનામું સ્વીકારીને  મોહમ્મદ નબીને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવાયો છે.


રાશીદ ખાને કહ્યું હતું કે, એક કેપ્ટન તરીકે અને રાષ્ટ્રની જવાબદાર વ્યક્તિ તરીકે ટીમની પસંદગીમાં ભાગ લેવો મારો અધિકાર છે પણ મને કંઈ પૂછાયું નથી. આ કારણે  નારાજ થઈને તેણે તાત્કાલિક પ્રભાવથી કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી એ પહેલાં  રાશિદ ખાનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.  અનુભવી વિકેટકીપર મોહમ્મદ શહઝાદને પણ આગામી મહિનાથી શરૂ થનારી મોટી ઇવેન્ટ માટે 15 સભ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે અનુભવી વિકેટકીપર મોહમ્મદ શહઝાદને પણ આગામી મહિનાથી શરૂ થનારા વર્લ્ડકપ માટેની 15 સભ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 100 કિલો વજન ધરાવતો શેહઝાદ પોતાની કાયાના કારણે ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય છે.


22 વર્ષીય સ્પિનરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, "કેપ્ટન અને દેશ માટે જવાબદાર વ્યક્તિ તરીકે હું ટીમની પસંદગીનો ભાગ બનવાનો અધિકાર અનામત રાખું છું.  પસંદગી સમિતિ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમની પસંદગી કરતી વખતે મારી સંમતિ લીધી નથી.  ટીમની  જાહેરાત અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા વિભાગ દ્વારા કરવામાં આવી છે તેથી મેં અફઘાનિસ્તાન ટી-20 ટીમનું કેપ્ટનપદ છોડવાનો નિર્ણય કર્યો છે. અફઘાનિસ્તાન માટે રમવું મારા માટે હંમેશાં ગૌરવની વાત રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવતાં બોર્ડની ઓફિસ પર તેમણે કબજો કર્યો તેનો પણ વિવાદ થયો હતો.