દુબઇઃ દુબઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપને લઈ ભારતીય ટીમની જાહેરાત કરાઇ છે. બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. તે સિવાય ત્રણ ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. બીસીસીઆઇએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને વર્લ્ડકપ માટે મોટી જવાબદારી સોંપી છે. સચિવ જય શાહના મતે ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ટી-20 વર્લ્ડકપ માટે ટીમના મેન્ટર રહેશે. મહેન્દ્રસિંહ ધોની કઇ રીતે ટીમના મેન્ટર બનવા માટે રાજી થયો તેને લઇને તમામ વિગતો બીસીસીઆઇના સચિવ જય શાહે જાણકારી આપી હતી.


 


ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટીમના મેન્ટર બનાવવાનો આઇડિયા સૌ પ્રથમ બીસીસીઆઇના સચિવ જય શાહના દિમાગમાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે આ અંગે ધોની સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે બે મહિના અગાઉ ધોની દુબઇમાં હતો ત્યારે  મે તેની સાથે વાત કરી હતી. તેઓ આ નિર્ણયથી સહમત થયા હતા અને તે ફક્ત ટી-20 વર્લ્ડકપ માટે ટીમના મેન્ટર બનવા રાજી થયા હતા. મે મારા સહયોગીઓ સાથે પણ આ મુદ્દે વિશેષ ચર્ચા કરી હતી. જય શાહે જણાવ્યું કે, આ ટુનામેન્ટમાં ધોની કોચ રવિ શાસ્ત્રી અને બાકીના સપોર્ટિંગ સ્ટાફ સાથે મળીને કામ કરશે. બાદમાં જય શાહે કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા સાથે વાત કરી હતી. બંન્નેને આ બાબતમાં કોઇ વાંધો નહોતો. બાદમાં કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરવામાં આવી.


 


જય શાહે રવિ શાસ્ત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધોની અને તેઓ એક રીતે એક જ પદ પર છે. એક જેવી જ જવાબદારીઓ નિભાવશો. શાસ્ત્રીએ પણ આ અંગે સહમતિ વ્યક્ત કરી હતી. બાદમાં જય શાહે બીસીસીઆઇના અન્ય સભ્યો સાથે વાત કરી હતી અને ધોનીને ટીમના મેન્ટર બનાવવા અંગેની જાહેરાત કરાઇ હતી.


 


સૂત્રોના મતે ધોનીને જ્યારે આ ઓફર કરવામાં આવી હતી ત્યારે તે ઇનકાર કરી શક્યા નહી કારણ કે બોર્ડે કહ્યુ કે ધોનીનો આ ફોર્મેટમાં અનુભવ ટીમને ખૂબ ફાયદો અપાવી શકે છે.









 


 


 


 


ધવનચહલઅને ઐય્યર સહિત  ખેલાડીઓને  મળ્યુ સ્થાન


 


શિખર ધવન, શ્રેયસ ઐય્યરને 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, ઐય્યરને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. તે સિવાય ઇજાના કારણે વોશિંગ્ટન સુંદર પણ ટીમનો હિસ્સો નહી રહે. આશ્વર્યની વાત એ છે કે વર્લ્ડકપની ટીમમાં કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલને સ્થાન મળ્યું નથી.


 


અશ્વિનની વાપસી


 


બીસીસીઆઇએ યુએઇની પિચોને ધ્યાનમાં રાખીને અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપ્યું છે. તે સિવાય જાડેજા, અક્ષર પટેલ અને રાહુલ ચહરને ટીમમાં સ્થાન મળ્યુ છે. તે સિવાય વરુણ ચક્રવર્તીને પણ સામેલ કરવામાં આવ્યો છે.