Ravichandran Ashwin: મેદાન વચ્ચે જેકેટ સૂંઘતા રવિચંદ્રન અશ્વિનનો વીડિયો વાયરલ, બોલરે ખુદ કારણ જણાવ્યું

ભારત અને ઝિમ્બાબ્વે રમાયેલી મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રવિચંદ્રન અશ્વિન કંઈક અલગ જ કામ કરતો જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

T20 World Cup 2022: ભારત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 10 નવેમ્બર રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે. આ દરમિયાન ભારત અને ઝિમ્બાબ્વે રમાયેલી મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રવિચંદ્રન અશ્વિન કંઈક અલગ જ કામ કરતો જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

શું છે વીડિયોમાં?

સુપર-12 તબક્કાની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા ટોસ માટે આવ્યો હતો. વીડિયોમાં દેખાય છે તે મુજબ, રવિચંદ્રન અશ્વિન રોહિત શર્માની પાછળ થોડાક અંતરે ઉભેલો જોવા મળે છે. અહીં અશ્વિન હાથમાં બે જેકેટ છે અને તેના સ્વેટરને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે પોતાના સ્વેટરને ઓળખી શકતો નથી, પહેલાં તે જેકેટને જુએ છે છતાં તે અસમંજસમાં રહે છે. જો કે, પછી અશ્વીન બંને જેકેટને સુંઘે છે અને અંતે તે પોતાના સ્વેટરને ઓળખી લે છે અને લઈને ચાલતો થાય છે.

વીડિયો થયો વાયરલ....

આ વીડિયો લોકોની નજરમાં આવતાની સાથે જ તે ટ્વિટર પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને આ સંખ્યા સતત વધી રહી છે. લોકોને મજા આવે છે કે તમારા કપડાંને ઓળખવાની આ શ્રેષ્ઠ રીત છે. આટલું જ નહીં, જ્યારે આ વીડિયો ખૂબ જ વાયરલ થયો, ત્યારે રવિચંદ્રન અશ્વિને ખુદ આ કપડાં ઓળખવાની રીત અંગે ખુલાસો કર્યો હતો.

ક્રિકેટર અભિનવ મુકુંદે આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું કે આ વીડિયોને હજારો વખત જોયા પછી, તે મને વારંવાર હસાવી રહ્યો છે. અશ્વિન કૃપા કરીને અમને જણાવો કે તમે યોગ્ય સ્વેટર પસંદ કરવા માટે આવું કેમ કર્યું. આ ટ્વિટ પર અશ્વિને જવાબ આપ્યો અને અલગ-અલગ મુદ્દા ગણ્યા કે તે આવું કેમ કરી રહ્યો છે.

રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કારણ....

રવિચંદ્રન અશ્વિને અભિનવ મુકુંદના વીડિયોને રિટ્વીટ કરતાં લખ્યું કે, સ્વેટરને ઓળખવા માટે સાઈઝ જોઈ પણ તે કામ ના કર્યું. પછી સ્વેટર પર કોઈ નામ લખેલું છે કે કેમ તે તપાસ્યું, તો પણ સ્વેટર ના ઓળખાયું. છેલ્લે સુંઘીને જોયું કે સ્વેટરમાં હું જે પરફ્યુમ વાપરું છું તે સુંઘ્યું અને કામ થઈ ગયું. કેમેરામેનને સલામ. રવિચંદ્રન અશ્વિનની આ સ્ટાઈલ બધાને ગમી અને તેના વિશે અલગ-અલગ પ્રકારના મીમ્સ બનવા લાગ્યા છે.

Continues below advertisement
Sponsored Links by Taboola