T20 WC Standings: ભારતનો સ્કોટલેન્ડ સામે શાનદાર વિજય થયો છે. ભારતે 8 વિકેટે સ્કોટલેન્ડને હરાવી દીધું છે. કે.એલ. રાહુલ જોરદાર અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને 6.3 ઓવરમાં 86 રનનો ટાર્ગેટ આસાનીથી મેળવી લીધો હતો. સૂર્યકુમાર યાદવે છગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી. વિરાટ કોહલી બે રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ભારત તરફથી રાહુલે 19 બોલમાં 50 રન ફટકાર્યા હતા. બીજી તરફ રોહિત શર્મા 30 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બર્થ ડે પર ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય બોલર્સની આક્રમક બોલિંગ સામે સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જાડેજા અને શમીએ 3-3 વિકેટ લીધી હતી.
હવે ભારતીય ટીમને તેનો નેટ રન રેટ સુધારવા માટે 8 નવેમ્બરે નામિબિયા સામે મોટા માર્જિનથી જીતવાની જરૂર રહેશે. જોકે, નેટ રન રેટ ત્યારે જ અમલમાં આવશે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ તેની છેલ્લી બે મેચમાંથી ઓછામાં ઓછી એક મેચ હારી જાય. ન્યૂઝીલેન્ડની ચોથી મેચ શુક્રવારે નામાબિયા સામે રમાઈ હતી, જેમાં કીવી ટીમે 52 રનથી જીત મેળવી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે NZ ટીમ 7 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ રમશે. જેના પર સૌની નજર છે.