Tamim Iqbal Withdraws Retirement Bangladesh: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ODI કેપ્ટન તમિમ ઈકબાલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેણે આ નિર્ણય પાછો લઈ લીધો છે. એક રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કહેવા પર તમિમે નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. તમીમ તાજેતરમાં શેખ હસીનાને મળ્યો હતો. પરંતુ આ અંગેની સત્તાવાર માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી.
તમીમ પરિવાર સાથે વડાપ્રધાન શેખ હસીનાને મળ્યો હતો. ક્રિકબઝ પર છપાયેલા સમાચાર અનુસાર, તમિમએ કહ્યું, “આજે બપોરે વડાપ્રધાને તેને પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું. તેણે મને ફરીથી રમવા માટે કહ્યું. એટલા માટે મેં નિવૃત્તિનો નિર્ણય પાછો લઈ લીધો છે. તેમને ના પાડવી મારા માટે મુશ્કેલ હતું.
તમિમે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમીમ ભાવુક થઈ ગયો હતો. તે આંસુ રોકી શક્યો નહોતો. તમિમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે નિવૃત્તિનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. હું મારા પરિવાર સાથે આ વિશે વાત કરી રહ્યો હતો. મેં મારું 100 ટકા આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તમિમ બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 241 વનડે રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 8313 રન બનાવ્યા હતા. તમીમ ટીમ માટે સૌથી વધુ વનડે રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ ફોર્મેટમાં 14 સદી અને 56 અડધી સદી ફટકારી છે. તેણે ટીમ માટે 78 ટી20 મેચ રમી છે જેમાં તેણે 1758 રન બનાવ્યા છે. તમીમ 70 ટેસ્ટ મેચ પણ રમ્યો છે જેમાં તેણે 5134 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં બેવડી સદી પણ ફટકારી હતી. તેણે 10 સદી અને 31 અડધી સદી ફટકારી છે.
ભારત અને પાકિસ્તાન મેચ પર બાબર આઝમે તોડ્યું મૌન
બાબર આઝમે કહ્યું હતું કે 'અમે વર્લ્ડ કપમાં માત્ર ભારત સામે રમવાનું અને જીતવાનું વિચારી રહ્યા નથી. જો અમારે આઈસીસીનું ટાઇટલ જીતવું હોય તો અમારે દરેક મેચમાં સારો દેખાવ કરવો પડશે, અમે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે માત્ર ભારત સામે નહીં પણ ભારતમાં વર્લ્ડ કપ રમવાના છીએ. પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરે તેવી અપેક્ષા છે, જોકે તેઓ વર્લ્ડકપમાં રમશે કે નહીં તેનો તમામ આધાર સરકારની મંજૂરી પર છે. બાબરે કહ્યું કે ખેલાડીઓ સતત વર્લ્ડકપની તૈયારી કરી રહ્યા છે. બાબરનું માનવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં ચાલી રહેલી ઉથલપાથલથી ICC ODI વર્લ્ડ કપ અને તેની પહેલાની શ્રેણીમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનને અસર થશે નહીં.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial