વોર્નરની મોટી પુત્રી ઈંડી રે વિરાટ કોહલની પ્રશંસક છે. વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, મને ખબર છે કે અમે ભારત સામે સીરિઝ હારી ગયા છીએ. પરંતુ અમારી પાસે અહીંયા એક ખૂબ ખુશ છોકરી છે. મારી જર્સી ગિફટમાં આપવા બદલ ધન્યવાદ કોહલી. ઈંડીને આ ખૂબ પસંદ છે. તે પપ્પા અને ફિંચ કરતાં કોહલીની વધારે ફેન છે.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">
વોર્નર આ પહેલા પણ સોશિયલ મીડિયા પર કહી ચુક્યો છે કે તેની પુત્રીને પિતા ડેવિડ વોર્નર અને ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમના કેપ્ટન એરોન ફિંચ કરતાં વિરાટ કોહલીની બેટિંગ વધારે પસંદ છે.
ઘર આંગણે ખૂબ જ મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમે 2-1થી શ્રેણી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીની ગેરહાજરી સહિત અનેક ખેલાડી ઈજાગ્રસ્ત હોવા છતાં અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતું.