હાલ ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપની તૈયારીમાં લાગી છે, ત્યારે આ બધાની વચ્ચે કૉચ વિક્રમ રાઠોરે એક મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે, અમારી પાસે ઘણાબધા કાબેલ ખેલાડીઓ છે, અને ટી20 વર્લ્ડકપ માટે લગભગ ટીમ નક્કી જ છે.
રાઠોરે કહ્યું કે અમે ટી20 વર્લ્ડકપ પહેલા કેટલાક ખેલાડીઓને મોકો આપ્યો, તેમાંથી અમે યોગ્ય ખેલાડીઓને પસંદ પણ કર્યા છે. હાલ ટી20 વર્લ્ડકપ માટે અંતિમ સમય ચાલી રહ્યો છે. અમે ટીમ અને ખેલાડીઓનુ પુરેપુરુ સંયોજન કરીશું.
અમે અને ટીમ મેનેજમેન્ટે ટીમનું યોગ્ય સંયોજન કરી લીધુ છે, આમાં એક-બે ફેરફારોથી વધારે નહીં થાય. અમારી પાસે યુવા ખેલાડીઓની ફૌજ છે. શ્રેયસ અય્યર, વૉશિંગટન સુંદર, દીપક ચાહર, નવદીપ સૈની, શિવમ દુબે આ બધા ખેલાડીઓને અમે ટી20 રમવાનો પુરેપુરો મોકો આપ્યો છે.