India tour of West Indies 2022: ભારતીય ક્રિકેટ ટીમ હવે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પડકાર માટે કમર કરી ચૂકી છે. શુક્રવારે રમાનારી વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયા ત્રિનિદાદ પહોંચી ચૂકી છે. ખાસ વાત છે કે શિખર ધવન ભારતીય ટીમની આગેવાની કરશે. આ બધાની વચ્ચે એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, બીસીસીઆઇએ વેસ્ટ ઇન્ડિઝ જવા માટે ટીમ ઇન્ડિયાની ફ્લાઇટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો છે.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના એક રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડથી વેસ્ટ ઇન્ડિઝ મોકલવા માટે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ભારતીય ટીમ મંગળવારે માન્ચેસ્ટરથી ફ્લાઇટ લઇને ભારતીય સમયાનુસાર, રાત્રે 11.30 વાગે ત્રિનિદાદ એન્ડ ટોબાગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચી હતી.
આ રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બૂક કરવાનુ કારણ કૉવિડ-19 નથી. સામાન્ય ફ્લાઇટમાં આટલી બધી ટિકીટ એકસાથે બુક કરાવવી મુસ્કેલ બની જાય છે, અને ભારતીય ટીમમાં 16 ખેલાડીઓની સાથે સાથે સપોર્ટ સ્ટાફ પણ હાજર હતા. વળી, એ પણ બતાવવામાં આવે છે કે, ખેલાડીઓની પત્નીઓ પણ તેમની સાથે વેસ્ટ ઇન્ડિઝ ગઇ છે.
એક સુત્ર અનુસાર, સામાન્ય રીતે કોઇ ફ્લાઇટમાં આટલી ટિકીટ બુક કરાવવાનો ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયા આવે છે. માન્ચેસ્ટરથી પોર્ટ ઓફ સ્પેન માટે કોઇપણ ફ્લાઇટની બિઝનેસ ક્લાસમાં એક ટિકીટ 2 લાખ રૂપિયા આવે છે, ચાર્ટર્ડ ફ્લાઇટ તેના મોંઘી પડે છે, પરંતુ આ એક યોગ્ય ફેંસલો હતો, મોટાભાગની ટૉપની ટીમો પાસે ચાર્ટર અવેલેબલ છે.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ