Sri Lanka Cricket on Asia Cup 2022: શ્રીલંકા (Sri Lanka) હાલ એશિયા કપ (Asia Cup 2022)ની યજમાની કરવાની સ્થિતિમાં નથી. શ્રીલંકા ક્રિકેટે (Sri Lanka Cricket) ખુદ આ વાત બુધવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council) ને કહી છે. આ પાછળ દેશના આર્થિક અને રાજનીતિક સંકટનો હવાલો આપવામાં આવ્યો છે. દેશમાં ચાલી રહેલા સંકટના કારણે શ્રીલંકા ક્રિકેટે લંકા પ્રીમિયર લીગની ત્રીજી સિઝનને પણ ટાળી દેવામાં આવી હતી. 


એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધિકારિક સુત્રોએ બતાવ્યુ કે- શ્રીલંકા ક્રિકેટે જાણકારી આપી છે કે તેમનો દેશ હાલમાં રાજનીતિક અને આર્થિક સંકટથી ઘેરાયેલો છે. ફૉરન એક્સચેન્જ જેવી વસ્તુઓમાં મુસ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં 6 ટીમોને આ મોટા આયોજનની યજમાની કરવા માટે આ આદર્શ સ્થિતિ નથી.


ACC ના અધિકારીએ એ પણ બતાવ્યુ કે શ્રીલંકા ક્રિકેટ આ ટૂર્નામેન્ટને યુએઇ અને અન્ય કોઇપણ દેશમાં આયોજિત કરવા માટે તૈયાર છે. આગામી થોડાક દિવસોમાં એશિયા કપની યજમાનીને લઇને અધિકારિક એલાન કરી દેવામાં આવશે.


ACC અધિકારીએ કહ્યું- યુએઇ હજુ છેલ્લુ રિપ્લેસમેન્ટ નથી.  કોઇ અન્ય દેશ પણ આ આ ટૂર્નામેન્ટનુ આયોજન કરી શકે છે. જો શ્રીલંકા યુએઇમાં આ ટૂર્નામેન્ટ થતી જોવા માગો છો, તે તે પહેલા અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આ માટે અનુમતિ લેવી પડશે. શ્રીલંકામાં એશિયા કપનુ આયોજન 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યુ હતુ, આ વખતે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાવવાનો છે, અને 6 ટીમો ભાગ લેશે. 


 


 


આ પણ વાંચો.. 


Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ


SBI Facility: સ્ટેટ બેંકના ગ્રાહકોને શાખામાં જવાની જરૂર નહીં પડે! તમામ કામ વોટ્સએપ દ્વારા ઘરે બેસીને થશે


Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો


Railway Concession to Senior Citizen: વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટવાળી ટ્રેન ટિકિટ સેવા ફરી શરૂ નહીં થાય!


Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, નવા 21,566 કેસ નોંધાયા, 45ના મોત