Team india Full Squad Announced: ભારતે 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે રમાનારી T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમશે. અનુભવી બોલર મોહમ્મદ શમીની વાપસી થઈ છે. શમી ઈંગ્લેન્ડ સામે રમતો જોવા મળશે. સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા અને વરુણ ચક્રવર્તીને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે રાત્રે માત્ર T20 માટે ટીમની જાહેરાત કરી હતી. ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત હવે પછી કરવામાં આવશે. શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. પરંતુ હવે તે પાછો ફર્યો છે. ઈજા બાદ શમી ક્રિકેટથી દૂર હતો. પરંતુ તેણે તાજેતરમાં સ્થાનિક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે.
ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ , મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
સ્પિનર વરુણ ચક્રવર્તી અને બિશ્નોઈને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું
ભારતે ઘાતક સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈને તક આપી છે. વોશિંગ્ટન સુંદર પણ ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે. રિંકુ સિંહ, તિલક વર્મા અને હર્ષિત રાણાને પણ સ્થાન મળ્યું છે.
શુભમન-પંત અને યશસ્વી ટીમની બહાર
BCCIએ શુભમન ગિલ અને ઋષભ પંતને બ્રેક આપ્યો છે. આ બંને ખેલાડી T20 ટીમનો ભાગ નથી. પરંતુ ODI અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શકે છે. પરંતુ આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. યશસ્વી જયસ્વાલ પણ T20 ટીમ ઈન્ડિયાનો ભાગ નથી.