Team India Chief Selector: અજિત અગરકરની ટીમ ઈન્ડિયામાંથી છૂટ્ટી થવાની છે. બુધવારે અગરકર છેલ્લી વાર ટીમ ઈન્ડિયાને લઈને કોઈ મીટિંગમાં સામેલ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં ચીફ સિલેક્ટર તરીકે અગરકરનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર વર્ષ 2023 માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બન્યા હતા, પરંતુ કેટલાક સપ્તાહ પહેલા તેમને એક વર્ષનું એક્સ્ટેન્શન મળવાના સમાચાર હતા, પરંતુ થોડા દિવસોમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે.

Continues below advertisement

 

Continues below advertisement

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબર સુધી ચાલશે. કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્શનને લઈને BCCI તરફથી અગરકર સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી, જેનાથી એ અટકળોને બળ મળ્યું છે કે અગરકરની બહુ જલ્દી ચીફ સિલેક્ટર પદ પરથી રજા થવાની છે.

આ પણ વાંચો...ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ

આ જ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે અગરકરે પોતાના કેટલાક નજીકના લોકોને જણાવી દીધું છે કે વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ માટે ટીમની પસંદગી બાદ તેઓ BCCI સચિવ દેવજીત સૈકિયાને મેઈલ દ્વારા એક 'થેંકયૂ નોટ' લખવાના છે. જોકે આ મામલે BCCI એ હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી. બીસીસીઆઈએ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તે અજિત અગરકરથી આગળ વિચારવા લાગ્યું છે.

ત્યાં જ BCCI બહુ જલ્દી વેસ્ટ ઈન્ડીઝ સામે વનડે સિરીઝની જાહેરાત કરી શકે છે. આ ટીમમાંથી ઘણા મોટા ચહેરા ગાયબ રહી શકે છે, કારણ કે આ જ દરમિયાન 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ શરૂ થઈ રહી છે. ઋષભ પંતની 2 વર્ષ પછી વનડે ટીમમાં વાપસી થઈ શકે છે. ત્યાં જ હાર્દિક પંડ્યાની વાપસી સહિત ઋતુરાજ ગાયકવાડ, રજત પાટીદારને પણ તક આપવામાં આવી શકે છે.

અજિત અગરકરને જુલાઈ 2023 માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના ચીફ સિલેક્ટર રહેતા ભારતીય ટીમે 2023 વનડે વર્લ્ડ કપની ફાઈનલ રમી, 2024 ટી20 વર્લ્ડ કપ, 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. કેટલાક એવા દાવો પણ સામે આવ્યા છે કે રોહિત શર્મા સાથે જોડાયેલા મામલાને લઈને બીસીસીઆઈના ટોચના અધિકારીઓ અગરકરથી ખુશ ન હતા.