India vs England 5th T20: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટી 20 સીરિઝ રોમાંચક મોડ પર છે. ચૌથી ટી-20માં ભારતની જીત બાદ સીરીઝ 2-2ની બરોબરી પર છે. આ સ્થિતિમાં બંને ટીમની નજર ફાઇનલ જીતીને સીરીઝને પોતાના નામ કરવા પર રહેશે.
આ સીરીઝમાં પહેલા ત્રણ મેચ લક્ષ્યનો પીછો કરનાર ટીમે જિત્યા બહતા. પરંતુ ચોથા મેચમાં ટીમ ઇન્ડિયા લક્ષ્યનો બચાવ કરવામાં સફળ રહી. ભારતે આ સીરીઝમાં 2 મેચ જિત્યા છે. પહેલી જીતમાં ઇશાન કિશન અને બીજી જીતમાં સૂર્ય કુમાર યાદવની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.
આ મેચમાં સલામી બેટસમેન રાહુલનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ બની શકે છે. રાહુલે આ સીરિઝમાં ક્રમશ 01,00, 00, અને 14 રન કર્યાં હતા. આ તેમના કરિયરની આ સૌથી ખરાબ સીરિઝ છે. જો કે ટીમના કેપ્ટન વિરાટ અને ટીમ મેનેજમેન્ટને તેમની પ્રતિભા પર હજું વિશ્વાસ છે.
રાહુલ તિવેટિયાને મળી શકે છે તક
ચોથી ટી20માં લેફ્ટ આર્મ સ્પિનર વોશિંગ્ટન સુંદર ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણ ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા અન એક પણ વિકેટ લીધી હતી. જેના લીધે આજની મેચમાં સુંદરની જગ્યાએ રાહુલ તિવેટિયાને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. રાહુલ લેગ સ્પિનની સાથે સાથે નીચલા ક્રમ પર વિસ્ફોટક બેટિંગ પણ કરી શકે છે. આઈપીએલ 2020માં રાહુલે પાંચ બોલમાં સતત પાંચ છગ્ગા ફટકારીને ચર્ચામાં આવ્યો હતો.
ચહલની વાપસી મુશ્કેલ
ચોથી ટી20માં સીનિયલ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતુ. તેની જગ્યાએ રાહુલ ચહરને તક મળી હતી. ચહરે આ તકનો લાભ લીધોહતો. તેણે એ મેચમાં બે મહત્ત્વની વિકેટ લીધી હતી. એવામાં આજની મેચમાં પણ સ્પિન વિભાગની જવાબદારી તેના પર જ આવી શકે છે .
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારતીય ટીમ- કેએલ રાહુલ/ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી (કેપ્ટન), રિષપ પંત (વિકેટકીપર), શ્રેયસ, અય્યર, હાર્દિક પંડ્યા, રાહુલ તિવેટિયા/વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુર.