Indian Cricket Team In U19 World Cup 2024: ભારતીય ટીમે તેની છેલ્લી સુપર-6 રાઉન્ડની મેચમાં નેપાળને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાને 132 રનથી મોટી જીત મળી છે. આ સાથે જ આ જીત બાદ ભારતીય ટીમ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઉદય સહારનની આગેવાની હેઠળની ભારતીય ટીમે તેની પ્રથમ સુપર-6 રાઉન્ડની મેચમાં ન્યુઝીલેન્ડને 214 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં સતત 5 મેચ જીતી છે.


 






ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સફર કેવી રહી?


હવે ભારતીય ટીમને સેમિફાઇનલમાં યજમાન દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરવો પડશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં સતત મેચ જીતી છે. ભારતીય ટીમ ઉપરાંત બાંગ્લાદેશ, આયર્લેન્ડ, અમેરિકા. ન્યુઝીલેન્ડ અને નેપાળને હરાવ્યું છે. તેથી ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં રોકવી દક્ષિણ આફ્રિકા માટે મોટો પડકાર હશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેન ઉપરાંત બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.


 






ટીમ ઈન્ડિયાએ આ ટીમોને હરાવી


ભારતીય ટીમની સફર પર નજર કરીએ તો, ઉદય સહારનની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતે બાંગ્લાદેશને 84 રને હરાવ્યું. આ પછી ભારતને આયર્લેન્ડના પડકારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 201 રને હરાવ્યું. ભારતીય ટીમે તેની ત્રીજી મેચમાં અમેરિકાને 201 રને હરાવ્યું હતું. આ પછી કિવી ટીમ ભારતની સામે હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ ફરી આસાનીથી મેચ જીતી લીધી. ભારતે ન્યુઝીલેન્ડને 214 રને હરાવ્યું. આ રીતે ભારતીય ટીમે સતત 3 મેચ 200થી વધુ રનના માર્જીનથી જીતી હતી. તે જ સમયે, આજે ભારતીય ટીમે નેપાળને 132 રને હરાવ્યું. જો કે હવે સેમીફાઈનલમાં ભારતીય ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે થશે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવવાના ઈરાદા સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.