મુંબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે.  મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ મુંબઈમાં ટીમની જાહેરાત કરી હતી. જસપ્રીત બુમરાહની વાપસી પર મોટુ અપડેટ સામે આવ્યું છે. 

ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અગરકરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે, જ્યારે શુભમન ગિલ વાઈસ કેપ્ટન હશે. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી રમાશે.

ભારતીય ટીમ આ પ્રમાણે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (હર્ષિત રાણા ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝ દરમિયાન બુમરાહનું સ્થાન લેશે. બુમરાહ આ શ્રેણીમાં નહીં રમે), મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.

ચેમ્પિયન્સ ટ્રૉફીનું ફૂલ શિડ્યૂલ -

19 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, કરાચી20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારત, દુબઈ21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર23 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ભારત, દુબઈ24 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર1 માર્ચ- દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, કરાચી2 માર્ચ- ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત, દુબઈ

4 માર્ચ- સેમિફાઈનલ-1, દુબઈ5 માર્ચ- સેમિફાઇનલ-2, લાહોર

9 માર્ચ, ફાઇનલ, લાહોર (ભારત ફાઇનલમાં પહોંચશે તો દુબઇમાં ફાઇનલ રમાશે)10 માર્ચ, રિઝર્વ ડે 

ભારત અને ઓસ્ટ્રેલિયા 2-2 વાર જીતી ચૂક્યા છે આ ખિતાબ ચેમ્પિયન્સ ટ્રૉફીની છેલ્લી સિઝન 2017માં યોજાઈ હતી, જ્યારે પાકિસ્તાને ફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે આગામી સિઝનમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં યજમાન પાકિસ્તાન, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.