ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે. બીસીસીઆઇએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમની જાહેરાત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલની ટીમમાં વાપસી થઇ છે.






રોહિત-રાહુલની વનડે ટીમમાં વાપસી


બાંગ્લાદેશ સામેની આગામી વનડે શ્રેણી માટે તમામ દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. નોંધનીય છે કે આ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરીઝમાંથી બહાર હતા. કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી પણ બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝમાં રમશે.






ટીમમાં રજત પાટીદાર અને રાહુલ ત્રિપાઠી પણ છે






આ ઉપરાંત રજત પાટીદાર અને રાહુલ ત્રિપાઠીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવતા વર્ષે વર્લ્ડ કપને જોતા બીસીસીઆઈએ વધુને વધુ ખેલાડીઓને ટીમમાં તક આપી છે. જોકે સંજુ સેમસનને એક પણ મેચમાં તક ન મળતા તેને ફરી એકવાર ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ ઈશાન કિશન અને ઋષભ પંતને વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે.






 


વનડે શ્રેણી માટેની ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન