Womens T20 World Cup 2023: સાઉથ આફ્રિકામાં મહિલા ટી20 વર્લ્ડકપ 2023 રમાઇ રહ્યો છે, આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે, ટીમે શરૂઆતની બન્ને મેચો જીતી લીધી છે, અને હવે ખરાખરીનો મુકાબલો આગામી સમયમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ થવાનો છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. આવતીકાલે બન્ને ટીમો આમને સામને થશે.
હરમનીપ્રિત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યુ અને બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને માત આપી હતી, આ બન્ને ટીમો જીત્યા બાદ ભારતીય મહિલા ટીમે ખુબ મોટા આત્મવિશ્વાસ સાથે રમી રહી છે, તો વળી, સામેની બાજુએ ઇંગ્લેન્ડની મહિલા ટીમે પણ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પરફોર્મન્સ બતાવ્યુ છે. ઇંગ્લેન્ડ ટીમે પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ અને બીજી મેચમાં આયરલેન્ડને હરાવ્યુ છે. આમ જોઇએ તો બન્ને ટીમો જબરદસ્ત લયમાં છે. હવે જોવાનુ રહ્યુ કે આ મેચમાં કોણ બાજી મારી જાય છે.
ભારતીય મહિલા ટીમ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ, બન્ને ટીમો પોતાની ત્રીજી મેચ રમવા માટે 18 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેથના મેદાનમાં ઉતરશે. આ બન્ને ટીમો હાલમાં ગૃપ બીમાં છે.
અહીં જુઓ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 18 ફેબ્રુઆરીએ રમાનારી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેધના સેન્ટ જૉર્જ પાર્કમાં રમાશે. આ મેચને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે, તમારે લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક લેવુ પડશે. જોકે, આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટ ડીડી સ્પૉર્ટ્સ પર પણ કરવામાં આવશે. ડીડી સ્પૉર્ટ્સ પરથી ફેન્સ ફ્રીમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે.
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બેસ્ટ ફેન્ટસી ઇલેવન --
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, એલિસ કેપ્સી, નેટ સીવર બ્રન્ટ, હીથર નાઇટ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, રાધા યાદવ, લૉરેન બેલ અને સારાહ ગ્લેન.
ક્યાં રમાશે ભારત-ઇંગ્લેન્ડ મેચ ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મહિલા ટી20 મેચ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેધના સેન્ટ જૉર્જ પાર્કમાં રમાશે. વળી, બન્ને ટીમો વચ્ચેની મેચ સાંજ 6.30 વાગ્યાથી શરૂ થશે.