નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 2022થી 10 ટીમો ભાગ લેશે, જેના માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે આગામી સિઝનના અંતિમ તબક્કાના દરમિયાન મે મહિનામાં હરાજી કરવાનો ફેંસલો કર્યો છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ સહિત બીસીસીઆઇના ટૉપ અધિકારીઓએ શનિવારે વર્ષની શરૂઆતમા આઇપીએલ સંચાલન સમિતિ દ્વારા અનુમોદિત જુદાજુદા નીતિગત નિર્ણયો પર વિચાર કરવા માટે શનિવારે એક બેઠક કરી હતી.
બીસીસીઆઇના એક અધિકારીએ ગોપનીયતાની શરત પર ન્યૂઝ એજન્સી પીટીઆઇ- ભાષાને કહ્યું- આગામી વર્ષે આઇપીએલમાં 10 ટીમો હશે, અને આ વર્ષ મે મહિના સુધી નવી ફ્રેન્ચાઇઝીઓની બોલી પ્રક્રિયા અને આના સાથે જોડાયેલી જુદીજુદી વસ્તુઓને અંતિમ રૂપ આપી દેવામાં આવશે.
અધિકારીએ આગળ કહ્યું- એકવાર ટીમો નક્કી થઇ જશે તો તે પોતાનુ પરિચાલન કાર્ય શરૂ કરી શકે છે, જેમાં ખુબ સમય લાગે છે.
9 એપ્રિલથી શરૂ થઇ રહી છે આઇપીએલ 2021....
આઇપીએલની 14મી સિઝન 09 એપ્રિલથી શરૂ થઇ રહી છે. આઇપીએલ 2021ની પહેલી મેચ હાલની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે રમાશે. વળી આઇપીએલ 2021ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 30 મેએ રમાશે.