સિડનીઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીના મેદાનમાં એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચમાં બનેલી વિચિત્ર ઘટનાના કારણે મોટો વિવાદ પેદા થયો છે. આ મેચમાં બેન સ્ટોક્સ ક્લીન બોલ્ડ થતાં ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કરી દીધો હતો. જો કે ચોંકાવનારી વાત એ હતી કે, બ્લેસ નહોતી પડી તેથી સ્ટોક્સે રિવ્યૂ લીધો હતો. થર્ડ અમ્પાયરે પણ તેને નોટઆઉટ આપતા ઓસ્ટ્રેલિયન ફિલ્ડર્સ, ફિલ્ડ અમ્પાયર સહિત બધા દંગ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 31મી ઓવરમાં કેમેરોન ગ્રીનનો બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો. બેન સ્ટોક્સે તેને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. બોલ પાછળથી સ્વિંગ થઈને સીધો ઓફ-સ્ટમ્પ પર અથડાઈને વિકેટકીપર પાસે ગયો હતો. બોલ સ્ટમ્પ્સને અથડાયો હોવા છતા બેલ્સ પડી નહોતી પણ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સે અપીલ કરતાં ફિલ્ડ અમ્પાયરે સ્ટોક્સને આઉટ આપ્યો હતો.
સ્ટોક્સે રિવ્યૂ લઈ આ નિર્ણયને પડકાર્યો હતો. રિપ્લેમાં બોલ સ્ટમ્પ સાથે અથડાઈને વિકેટકીપર પાસે ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું પણ બેલ્સ ન પડતા નિયમો પ્રમાણે થર્ડ અમ્પાયરે સ્ટોક્સને નોટઆઉટ જાહેર કર્યો હતો.
ક્રિકેટમાં સામાન્ય રીતે બેટર્સ LBW અને કેચ આઉટના નિર્ણયની સમીક્ષા કરે છે પણ સ્ટોક્સે ક્લીન બોલ્ડ થયા પછી રિવ્યુ લીધો હતો. તેનો રિવ્યુ પણ સફળ રહ્યો હતો. આ સમયે તે 16 રન કરીને રમી રહ્યો હતો. ત્યારપછી તેણે 66 રનની શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને ફોલોઓનના સંકટમાંથી બચાવી લીધી હતી.સ્ટોક્સની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે આ વીડિયો જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સચિને તો નવા નિયમની માગ કરી છે કે, બોલ સ્ટમ્પ પર અથડાયા બાદ બેટરને આઉટ આપવાની જોગવાઈ હોવી જોઈએ તેવો મત રજૂ કર્યો છે. બોલરોને ન્યાય થવો જીએ એવો સચિનનો મત છે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?