ધર્મશાલાઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં વિચિત્ર ઘટના બની હતી. આ ઘટનામાં વેંકટેશ અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે શ્રીલંકાના બેટ્સમેન દિનેસ ચંડિમલે ફટકારેલો બોલ સીધો તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગી ગયો હતો. ઐયરે પોતાનો હાથ બોલ પર દબાવી દેતાં કેચ તો પકડાઈ ગયો હતો પણ બોલ એટલા જોરથી વાગ્યો હતો કે, અય્યર મેદાનમાં દર્દથી કણસતાં કણસતાં આળોટવા લાગ્યો હતો.


કેપ્ટન રોહિત શર્મા, બોલર હર્ષલ પટેલ વગેરે અય્યર પાસે દોડી આવ્યા હતા. કેપ્ટન રોહિતે અય્યરની પીઠ પર હાથ ફેરવી તેને શાંત કર્યો હતો. રવિન્દ્ર જાડેજા અને હર્ષલ પટેલ સહિતના અન્ય ખેલાડી પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા. થોડી વાર  પછી દર્દ ઓછું થતાં વેંકટેશ હસતાં હસતાં ઉભો થઈ ગયો હતો. ટીમના અન્ય ખેલાડી અય્યરને હળવા અંદાજમાં જોતી  તેની મજાક ઉડાવવા લાગ્યા હતા.


શ્રીલંકન ઈનિંગની 13મી ઓવરમાં હર્ષલ પટેલ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે દિનેશ ચંડિમલે જોરદાર શોટ ફટકાર્યો હતો. બોલ  સીધો પોઈન્ટના ફિલ્ડર વેંકટેશ પાસે ગયો હતો. બોલ પહેલાં વેંકટેશ અય્યરના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો પણ વેંકટેશે કેચ પકડી લીધો હતો પણ તે દર્દથી કણસવા માંડ્યો હતો.


વેંકટેશને દર્દથી કણસતો જોઈને હર્ષલ પટેલે પણ ચિંતામાં મૂકાઈ ગયો હતો. વેંકટેશને બોલ જોરદાર વાગ્યો છે તેથી ખબર પડતાં તેણે ચિંતા વ્યક્ત કરી હતી. હર્ષલની ઓવરના પહેલા બોલને કટ કરવા જતાં દિનેશ આઉટ થઈ ગયો હતો પણ 22 રન કરી પેવેલિયન તરફ જતો દિનેશ ચંડિમલ પણ વારંવાર વેંકટેશ તરફ જોતો રહ્યો હતો.






વેંકેટેશને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યા પછી ભારતની બીજી બેટિંગ વખતે વેંકટેશ માત્ર 5 રન કરી આઉટ થઈ ગયો હતો.   વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ અને શ્રીલંકા સામે પહેલી 2 મેચમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ મેચમાં બોલ વાગ્યા પછી વેંકટેશ કંઈ ખાસ કરી શક્યો નહોતો.