વલસાડ: હાલમાં ગુજરાતમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રલીયા અને ભારત વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. તો બીજી તરફ આગામી તારીખ 12 માર્ચેના રોજ U-25 સીકે નાયડુ ટ્રોફીની ફાઇનલ વલસાડમાં યોજાશે. ગુજરાત અને મુંબઈ વચ્ચે ફાઇનલ મેચ યોજાશે. ઘણા વર્ષો બાદ કોઈપણ ફોર્મેટની  ફાઇનલ મેચ વલસાડ ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે. બીસીસીઆઈ દ્વારા ફાઇનલ મેચ ફાળવવામાં આવતા તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ ખાતેની આ ફાઇનલ મેચ વિનામૂલ્યે સ્ટેડિયમમાં દર્શકો નિહાળી શકશે.


ટેસ્ટમાં ફરીથી વાપસી કરી શકે છે હાર્દિક પંડ્યા


ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ફેન્સ માટે એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, ટી20 આંતરરાષ્ટ્રીયમાં કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યા હવે ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી શકે છે. ખાસ વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી બેક ઇન્જરી થવાના કારણે તે ટેસ્ટ ક્રિકેટથી દુર રહ્યો છે, હવે તેની વાપસીને લઇને અપડેટ મળી શકે છે. આ માટે ખુદ બીસીસીઆઇ વાત કરી શકે છે. હાર્દિક પંડ્યા પંડ્યા હવે પુરેપુરી રીતે ફિટ છે અને વ્હાઇટ બૉલ ક્રિકેટમાં તેને પ્રદર્શન પણ લાજવાબનું છે. શિવસુંદર દાસની આગેવાની વાળી સિલેક્શન કમિટી અને બીસીસીઆઇ હાર્દિક પંડ્યા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પહેલા આના વિશે વાત કરશે. 


ભારતીય ટીમ આજકાલ ઋષભ પંત અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. આવામાં હાર્દિક પંડ્યાની વાપસી ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. હાલમાં શાર્દૂલ ઠાકુરે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમમાં એક સીમર ઓલરાઉન્ડર તરીકેનો રૉલ અદા કર્યો છે. 


દબાણ નહીં કરે બીસીસીઆઇ - 
બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ ઇન્સાઇડસ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, તેને ટેસ્ટ ક્રિકેટમાં પાછો લાવવાની કોઇ ઉતાવળ નથી. પરંતુ હા, કેટલીક સ્પષ્ટતા રાખવી પડશે, આના વિશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પેહલા વાત કરશે, બુમરાહની ગેરહાજરીમાં તે ઇંગ્લેન્ડમાં ટીમ માટે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, પરંતુ ટેસ્ટમાં તરત જ વાપસી કરવા માટે તેના પર કોઇપણ પ્રકારનું દબાણ નથી.