નવી દિલ્હીઃ લૉકડાઉનના કરાણે દુનિયાભરના રમતવીરો હાલ ઘરમાં પુરાઇને બેઠા છે, ત્યારે ભારતની સ્ટાર રેસલર ક્રિકેર રમવામાં વ્યસ્ત છે. અહીં વાત ધ ગ્રેટ ખલીની થઇ રહી છે. ભારતનો મહાન પહેલવાન ધ ગ્રેટ ખલીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં તે રેસલિંગ નહીં પણ ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે.

ધ ગ્રેટ ખલી પોતાના ઘરમાં ક્રિકેટ રમીને સમય વિતાવી રહ્યો છે, હાથમાં બેટ લઇને શૉટ ફટકારી રહ્યો છે, વીડિયોમાં ખલી ધોતી પહેરીને બેટિંગ કરી રહ્યો છે, અને ઘરમાં ખલીએ ક્રિકેટનુ ગ્રાઉન્ડ બનાવી દીધુ છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.



ધ ગ્રેટ ખલી ડબલ્યૂડબલ્યૂઇ ઉપરાંત ટીવી રિયાલિટી શૉ બિગબૉસમાં પણ કામ કરી ચૂક્યો છે, હાલ ફેમિલી સાથે સમય વિતાવી રહ્યો છે. ખલીનુ નામ દિલીપસિંહ રાણા છે. તેનો જન્મ 27 ઓગસ્ટ, 1972માં થયો હતો. ખલીએ ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.