IND Vs IRE: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનાર ત્રીજી T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતે પ્રથમ બે મેચ જીતી હતી, તેથી તે શ્રેણી 2-0થી જીતવામાં સફળ રહી હતી. ભારત માટે આ શ્રેણીમાં ઘણી સકારાત્મક બાબતો હતી, જેમાંથી સૌથી મહત્વની બાબત છે ફિટ થયા બાદ જસપ્રિત બુમરાહની વાપસી.
આ સિવાય ભારતે આ શ્રેણીમાં રિંકુ સિંહ જેવા ઉભરતા ખેલાડીને તક આપી હતી. રિંકુ સિંહે પણ નિરાશ કર્યા ન હતા અને બીજી મેચમાં જ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યો. પસિદ્ધ કૃષ્ણાની વાપસીથી ભારતનું ઝડપી બોલિંગ આક્રમણ પણ મજબૂત બન્યું હતું. હવે ભારતીય ટીમ 2 સપ્ટેમ્બરે એશિયા કપની મેચમાં સીધી જ મેદાનમાં ઉતરશે.
ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતા જ આર્યલેન્ડમાં જુમી ઉઠ્યા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો
ભારતે બુધવારે ચંદ્રયાન-3 લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો. 23 ઓગસ્ટ (બુધવાર) ના રોજ, ચંદ્રયાન-3 એ સાંજે 6:04 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ લેન્ડિંગ બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી હતી. ભારતીય ક્રિકેટરો પણ ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગથી ઘણા ખુશ દેખાયા હતા. ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ભૂતપૂર્વ ક્રિકેટરો અને વર્તમાન ક્રિકેટરોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. તો બીજી તરફ, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણના સાક્ષી બન્યા. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આયર્લેન્ડમાં છે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડમાં ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ જોયું.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહ સિવાય ટીમના લગભગ તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ નજરે પડે છે.