Theft At Yuvraj Singh Home: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજસિંહના ઘરે ચોર ટોળકી ત્રાટકી છે, તસ્કરો ક્રિકેટરના ઘરે હાથ સાફ કરીને ફરાર થઇ ગયા છે. યુવીના ઘરેથી ચોર ટોળકીએ રોકડ અને દાગીની ચોરી કરી છે અને બાદમાં ફરાર થઈ ગયા છે. યુવરાજના પંચકુલાના ઘરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના ઘરે થયેલી ચોરી હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવીની માતાએ જણાવ્યું કે તે સપ્ટેમ્બર 2023થી તેના ગુડગાંવના ઘરે છે. ત્યારબાદ 5 ઓક્ટોબર, 2023ના રોજ જ્યારે MDC ઘરે પરત ફર્યા ત્યારે તેમને પહેલીવાર ખબર પડી કે તેમના અલમારીમાંથી રોકડ અને ઘરેણાં ગાયબ છે.


ભૂતપૂર્વ બેટ્સમેનની માતા શબનમસિંહના જણાવ્યા અનુસાર, બંધ કબાટમાંથી આશરે 75,000 રૂપિયા રોકડ અને દાગીનાની ઘણી વસ્તુઓની ચોરી થઈ હતી. ચોરીની આશંકા ઘરના બે વૃદ્ધ સભ્યો પર છે, જેઓ દિવાળી દરમિયાન અચાનક કામ છોડીને નીકળી ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


તપાસ અને મીડિયા સાથે વાત કરતા એસએચઓ મનસા દેવીએ કહ્યું, "જો અમે મીડિયાને બધું જણાવીશું તો અમે ચોરોને કેવી રીતે પકડી શકીશું."


સૌરવ ગાંગુલીના ઘરે પણ થઇ હતી ચોરી 
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના ઘરેથી પણ ચોરીની ઘટના સામે આવી હતી, જ્યાં ઘરમાંથી દાદાનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. ગાંગુલીના ઘરે કોઈ કામ ચાલી રહ્યું હતું ત્યારે દાદાનો મોબાઈલ ચોરાઈ ગયો. દાદાના ઘરે કામ કરતા લોકો શંકાના દાયરામાં આવ્યા હતા.


વર્લ્ડકપ વિનિંગ પ્લેયર છે યુવરાજ 
તમને જણાવી દઈએ કે યુવરાજસિંહ ભારતનો વર્લ્ડકપ વિજેતા ખેલાડી છે. યુવરાજ 2011માં ભારતીય ટીમનો ભાગ હતો, જ્યારે ટીમે એમએસ ધોનીની કપ્તાનીમાં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ દરમિયાન યુવરાજસિંહને પણ તેની ટ્યૂમરની ખબર પડી હતી, અને બાદમાં તે તેને માત આપવામાં સફળ રહ્યો હતો.


હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે યુવરાજ


યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટોમાં બંને પોતાના બાળકો સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતા યુવરાજ સિંહે લખ્યું, ' સ્લીપલેસ લાઇટ ત્યારે સારી લાગવા લાગી જ્યારે રાજકુમારી આભાએ અમારો પરિવાર પૂર્ણ કરી દીધો’. આ પહેલા યુવરાજ સિંહ જાન્યુઆરી 2022માં એક પુત્રનો પિતા બન્યા હતા.  


યુવરાજ-હેજલના લગ્ન 2016માં થયા હતા


વર્ષ 2016માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન થયા હતા. આ પહેલા યુવરાજ સિંહ અને હેઝલની લવસ્ટોરી પણ ચર્ચામાં રહી હતી. હેઝલ સાથે લગ્ન કરવા માટે યુવરાજને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં યુવરાજે કહ્યું હતું કે, હેઝલે લગભગ 3 મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. હેઝલ કીચ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરની મિત્રની ભૂમિકા ભજવી હતી.