IPL 2020: આઈપીએલના 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેઈલે 99 રનની તોફાની બેટિંગ કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તેની સાથે જ ગેઈલના નામે ટી20 ક્રિકેટમાં 1000 સિક્સ મારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટી20 ક્રિકેટમાં આ કારનામું કરનાર ગેઈલ પહેલો બેટ્સમેન બની ગયો છે.


ગેઈલ જ્યારે રાજસ્થાન વિરુદ્ધ બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે તેને આ મુકામ સુધી પહોંચવા માટે 7 સિક્સની જરૂર હતી. એવામાં આક્રમક બેટિંગ કરતા 19મીં ઓવરમાં કાર્તિક ત્યાગીની 5મી બોલ પર પોતાના કેરિયરની 1000મી સિક્સ નોંધાવી હતી. આ ઈનિંગમાં તેણે 99 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટી20 ક્રિકેટમાં ગેઈલનો આ રેકોર્ડ તોડવું હવે અસંભવ માનવામાં આવી રહ્યું છે.

ટી20 ક્રિકેટમાં સૌથી વધારે છગ્ગા ફટરનાર બેટ્સમેન

બ્રેનડન મેક્કુલમ



જોકે ન્યૂઝીલેન્ડનો આ સ્ટાર ખેલાડી રિટાયર થઈ ગયો છે પરંતુ ટી20 ક્રિકેટમાં અનેક શાનદીર ઇનિંગ બ્રેન્ડન મેક્કુલમે રમી હતી. કેકેઆર માટે આઈપીએલની પ્રથમ સીઝનમાં જ તેણે ધમાકો કર્યો હતો. બ્રેન્ડન મેક્કુલમે ટી20 ક્રિકેટમાં કુલ 485 છગ્ગા ફટકાર્યા છે આ આ યાદીમાં તે ત્રીજા ક્રમ પર છે.

કિરોન પોલાર્ડ



વેસ્ટઇન્ડિઝીના આ સ્ટાર ખેલાડીએ ટી20 ક્રિકેટમાં લોકોને ઘણાં પ્રભાવિત કર્યા છે. તોફાની બેટિંગ માટે જાણીતા કિરોન પોલાર્ડે હંમેશા વિપક્ષી બોલરોને પરેશાન કર્યા છે. પોલાર્ડે અત્યાર સુધીમાં 699 છગ્ગા ફટકાર્યા છે અને આ યાદીમાં તે બીજા ક્રમ પર છે.

ક્રિસ કેલ



યૂનિવર્સ બોસ ક્રિસ ગેલનું નામ આ યાટીમાં ટોપ પર છે. ક્રિસ ગેલ વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ટી20 ક્રિકેટમાં 1000 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલનું નામ ટી20 ક્રિકેટમાં કુલ 1001 છગ્ગા છે અને વિશ્વમાં આ યાદીમાં તે ટોપ પર છે. ક્રિસ ગેલે વિશ્વભરમાં અલગ અલગ ટી20 લીગ રમી છે અને તેનો ફાયદો તેને ચોક્કસપણે મળ્યો છે.