નવી દિલ્હીઃ આવતીકાલે ભારત પોતાના ટેસ્ટ ઇતિહાસની સૌથી યાદગાર મેચ રમવા જઇ રહ્યુ છે, એટલે કે ભારત પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ (પિન્ક બૉલ ટેસ્ટ) મેચ રમશે. વિરાટ કોહલીની કેપ્ટનશીમાં ભારત બાંગ્લાદેશ સામે સીરીઝની બીજી ટેસ્ટ રમવા ઇડન ગાર્ડનના મેદાનમાં ઉતરશે.

હવે બધાને પ્રશ્ન થાય છે કે, કેપ્ટન કોહલી ટેસ્ટ ઇતિહાસની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં કોણે કોણે બહાર કરી શકે છે. અહીં અમે સંભવિત પ્લેઇંગ ઇલેવન આપી છે, જુઓ લિસ્ટ......



પિન્ક બૉલ ટેસ્ટમાં કેપ્ટન કોહલી શુભમન ગીલ, કુલદીપ યાદવ, હનુમા વિહારી, ઋષભ પંતને બહાર બેસાડી શકે છે.



સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
ભારતીય ટેસ્ટ ટીમઃ- મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપ-કેપ્ટન), રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.