કોલકત્તા નાઇટરાઇડર્સના એક ટ્વીટે યુવરાજના ભવિષ્યને લઇને અટકળો શરૂ કરી દીધી છે.
કોલકત્તા નાઇટરાઇડર્સે ક્રિસ લિનને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો, લિનને રિલીઝ કર્યા બાદ તેને ટી10 લીગમાં સૌથી ખતરનાક બેટિંગ કરતાં 30 બૉલમાં 91 રન ફટકાર્યા હતા. બાદમાં યુવરાજે કોલકત્તાને લિનને રિલીઝ કરવાના નિર્ણયની ટીકા કરી હતી.
હવે યુવરાજની કૉમેન્ટ પર કોલકત્તા નાઇટરાઇડર્સે ટ્વીટ કર્યુ છે, લખ્યું કે, ''યુવરાજ સિંહ અમે લિનને એટલા માટે રિલીઝ કર્યો છે, જેથી તમારા પર બોલી લગાવી શકાય.'' આ ટ્વીટ બાદ યુવીને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે. બધાને લાગે છે કે, 19 ડિસેમ્બરે કોલકત્તામાં યોજાનારી ઓક્શનમાં નાઇટરાઇડર્સ યુવરાજને પોતાની ટીમમાં સામેલ કરવાની કોશિશ કરે.