નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં હેલીકોપ્ટર શોટ ફટકારી ક્રિકેટ પ્રેમીઓને તેના દિવાના બનાવી દીધા હતા. ક્રિકેટ નિષ્ણાંતોથી લઈને ફેન્સ સુધી બધા તેના આ શોટથી હેરાન હતા. ત્યાર બાદથી જ અનેક ફેન્સ તેના આ સોટની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યાછે. બધા આ પ્રયતન્માં નિષ્ફળ ગયા પરંતુ એક 7 વર્ષની બાળકીએ તેમાં મહારત મેળવી લીધી છે.

સતત 6 બોલ પર ફટકાર્યા હેલીકોપ્ટર શોટ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કમેન્ટેટર આકાશ ચોપરાએ એક બાળકીનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે, જેમાં કોઈ એક રૂમની અંદર બેટિંગ કરતાં જોવા મળી રહી છે. આ બાળકીનું નામ પરી શર્મા છે અને તે માત્ર 7 વર્ષની છે.

વીડિયોમાં આ નાની બાળકી ધોનીના હેલીકોપ્ટર શોટની જેમ જ શોટ ફટકારી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પરી શર્માએ એક પછી એક સતત 6 બોલમાં હેલીકોપ્ટ શોટ લગાવ્યો.


પહેલા પણ વાયરલ થયો હતો વીડિયો

પરી શર્માનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છો અને તેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. જોકે આ પ્રથમ તક નથી જ્યારે આ બાળકીનો વીડિયો આ રીતે વાયરલ થયો હોય. આ પહેલા પણ આ વર્ષે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોગનને પણ પરીનો એક વીડિયો પોસ્ટ કરી તેની બેટિંગના વખાણ કર્યા હતા.