ઇંગ્લેન્ડના ક્રિકેટ મેદાન પર ચાલુ મેચમાં જ હાર્ટ એટેક આવતા એક ક્રિકેટરનું મોત થયું છે. મકસૂદ અનવર નામના ખેલાડીનું હૃદય રોગનો હુમલો મોત થયું છે. મોનકસવૂડ ક્રિકેટ ક્લબ સામે હોમ પિચ પર રમી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
મકસૂદ અનવરની ઉંમર 44 વર્ષની હતી અને તેને ત્રણ બાળકો છે. આ મામલે સલી ક્લબના ચેરમેન ડેવિડ સિલ્વેસ્ટરએ જણાવ્યું હતું કે અનવરના નામે એક મેમોરિયલ ફંડ ઉભુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, "અનવર એક વાસ્તવિક સજ્જન હતો, ખૂબ ઓછું બોલનારો પરંતુ ક્લબને મદદ કરવા તેમજ રમત અને ક્લબ માટે કંઈ કરવા માગતો હતો." તેમણે કહ્યું કે તે "ક્લબમાં તેનું હોવું એ અમારા માટે ગૌરવની વાત છે. "
મિત્ર અને સાથી ક્રિકેટર ઝિયા ગેહલાને કહ્યું કે, અનવરે ચાર ઓવર ફેંકી હતી બાદમાં તેને મેદાન પર જ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી. તેને લાગ્યું કે તેને હીટ સ્ટ્રોક છે. તરત જ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી. જોકે તે તરત જ ત્યાં ઢળી પડ્યો. જો અમને પહેલા ખબર પડી હોત તો કદાચ તેને બચાવી શકાયો હોત. ઝિયાએ આગળ કહ્યું કે, અનવર ક્યારેય દારૂ કે સિગરેટ પીતો ન હતો.
ઝિયાએ કહ્યું કે, એમ્બ્યુલન્સ જ્યારે આવી ત્યારે તેમણે કહ્યું કે, તેને હાર્ટ એટેક આવ્યો છે. જોકે તેને બચાવી શકાયો ન હતો. તેને ક્રિકેટ પસંદ હતું અને તેને જે ગમતું હતું ત્યાં જ તેનું મોત થઈ ગયું.
બેરી એથલેટિક ક્રિકેટ ક્લબે જણાવ્યું હતું કે અનવર એક સારો મામસ હતો, તેણે 15 વર્ષથી વધુ સમય માટે ક્રિકેટ રમ્યો હતો અને તેના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું છે.