તિલક વર્માની સદીની મદદથી ભારતીય ટીમે ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા.
ભારતની બેટિંગ લાઇનઅપમાં આજે એક ફેરફાર જોવા મળ્યો હતો. તિલક વર્મા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. સામાન્ય રીતે કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ નંબર પર બેટિંગ કરવા આવતો હોય છે. મેચ પછી સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે તેણે શા માટે તિલક વર્માને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો હતો
સૂર્યકુમારે બતાવી આખી યોજના
મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું, અમે ઘણા ખુશ છીએ. અમે એ જ રીતે ક્રિકેટ રમ્યા જેની વાત અમે ટીમ મીટિંગમાં કરી હતી. આ તે છે જે અમે ખેલાડીઓને કરવાનું કહી રહ્યા છીએ. તેઓ નેટ્સમાં પણ આ જ કરે છે. જે રીતે વસ્તુઓ ચાલી રહી છે તેનાથી ખૂબ જ ખુશ છું.
ખેલાડીઓની પ્રશંસા કરી હતી
સૂર્યાએ કહ્યું, જ્યારે મેં તેને આ રીતે બેટિંગ કરતા જોયો તો તેણે મારું કામ સરળ કરી દીધું. મને લાગે છે કે આપણે સાચી દિશામાં છીએ. પ્રથમ વખત અમે મેદાન પર 6-7 મિનિટથી આગળ હતા. આ દરમિયાન આકાશે તિલક વર્માના ખૂબ વખાણ કર્યા હતા.
તિલકે કરી માંગ
સૂર્યાએ કહ્યું હતું કે , ગકેબરહા તિલક મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે મને ત્રીજા નંબર પર તક આપો, હું સારું પ્રદર્શન કરવા માંગુ છું. મેં કહ્યું કે ત્યાં જાવ અને પોતાની જાતને અભિવ્યક્ત કરો. તેણે આ માટે કહ્યું અને કરીને બતાવ્યું. તેના અને તેના પરિવાર માટે ખૂબ જ ખુશીની વાત છે.
આ પહેલા સીરીઝની બીજી ટી20માં તિલક વર્માના પ્રદર્શન પર નજર કરીએ તો ડરબનમાં રમાયેલી પ્રથમ ટી20માં તિલક 18 બોલમાં 33 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ પછી સેન્ટ જ્યોર્જ પાર્ક ગકેબરહા ખાતે રમાયેલી બીજી ટી-20માં તિલક વર્માએ 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની મદદથી 20 રન બનાવ્યા હતા.