ભારત-ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. તિલક વર્મા પાંચ મેચની શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. તિલકને ગુરુવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમની તબિયત સારી છે. તે કાલે હૈદરાબાદ પરત ફરશે. તેના લક્ષણો ઓછા થયા પછી અને ઘા રૂઝાયા પછી તે ધીમે ધીમે શારીરિક પ્રશિક્ષણ અને પ્રેક્ટિસમાં પાછો ફરશે. જોકે, તે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20 મેચમાંથી બહાર છે. છેલ્લી બે T20 મેચ માટે તેની ઉપલબ્ધતા એ વાત પર આધાર રાખશે કે તે તાલીમ અને પ્રેક્ટિસમાં કેટલી પ્રગતિ કરે છે.
તિલક વર્માને શું સમસ્યા છે
તિલક વર્માનું ટીમમાંથી બહાર રહેવું એ ભારતના વર્લ્ડ કપ મિશન માટે પણ એક મોટો ઝટકો છે. એશિયા કપ 2025 ફાઇનલના હીરો અને શક્તિશાળી મધ્યમ ક્રમના બેટ્સમેન તિલક વર્મા વર્લ્ડ કપ માટે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે ઘાયલ થયો છે.
પેટમાં દુખાવો અનુભવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ
23 વર્ષીય ડાબોડી બેટ્સમેન તિલક વર્મા રાજકોટમાં વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રમી રહ્યા હતો ત્યારે તેને અચાનક ભારે દુખાવો થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પરીક્ષણોમાં ટેસ્ટિકુલર ટોર્સન હોવાનું બહાર આવ્યું. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરીની ભલામણ કરી. જોકે, તિલકની સર્જરી સફળ રહી અને તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે.
તિલક છેલ્લા એક વર્ષથી ભારતના T20 સેટઅપનો મુખ્ય ભાગ રહ્યા છે. તેણે એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાન સામે અણનમ 69 રન બનાવીને ટીમને ટાઇટલ સુધી પહોંચાડી હતી.
શ્રેયસ ઐયર સંપૂર્ણપણે ફિટ છે. ભારતના ODI વાઇસ-કેપ્ટન અને મિડલ-ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે મેડિકલ ટીમ દ્વારા મેચ ફિટ જાહેર કરવામાં આવ્યો છે. શ્રેયસે જયપુરમાં વિજય હજારે ટ્રોફી લીગ મેચમાં હિમાચલ પ્રદેશ સામે મુંબઈ માટે 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કેચ લેતી વખતે તેને ઈજા થઈ હતી.
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ,હર્ષિત રાણા અને ઈશાન કિશન (વિકેટકીપર).