Tim seifert fastest hundred:  કેરેબિયન પ્રીમિયર લીગ 2025 માં ટિમ સીફર્ટે રવિવારે  વિસ્ફોટક અને ઐતિહાસિક ઇનિંગ રમી હતી.  તેણે માત્ર 40 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે.  તેણે CPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે આન્દ્રે રસેલની બરાબરી કરી લીધી છે. ન્યુઝીલેન્ડનો આ વિસ્ફોટક ખેલાડી CPL માં સેન્ટ લુસિયા કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તેણે આ વિસ્ફોટક સદી ફટકારવાની સાથે સાથે 3 મોટા રેકોર્ડ પણ તોડ્યા છે. ટિમ સીફર્ટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

ટિમ સીફર્ટે આ ઇનિંગમાં ફક્ત છગ્ગા અને ચોગ્ગાથી 94 રન બનાવ્યા હતા. તેણે 9 છગ્ગા (54 રન) અને 10 ચોગ્ગા (40 રન) ફટકાર્યા. સેન્ટ લુસિયાએ આ મેચમાં એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સને 6 વિકેટથી હરાવ્યું હતું. ટિમ સીફર્ટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ મેચમાં તેણે વિસ્ફોટક ઈનિંગ રમીને તમામને ચોંકાવી દિધા હતા.    

પહાડ જેવા લક્ષ્યાંકને બનાવ્યું નાનું

રવિવારે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સે 204 રન બનાવ્યા. આમિર જાંગુએ 56 રન, શાકિબ અલ હસને 26 બોલમાં 61 રન બનાવ્યા. ફેબિયન એલને 17 બોલમાં 38 રન બનાવ્યા. 205 રનનો લક્ષ્યાંક નાનો નહોતો પણ ટિમ સીફર્ટે આ લક્ષ્યાંક નાનો બનાવ્યો અને સેન્ટ લુસિયા 13 બોલ બાકી રહેતા 6 વિકેટે જીતી ગયું.

ટિમ સીફર્ટે 3 રેકોર્ડ તોડ્યા

CPLમાં સૌથી ઝડપી સદી ઉપરાંત તેણે વધુ 3 રેકોર્ડ તોડ્યા. ટિમ સીફર્ટે સેન્ટ લુસિયા કિંગ્સ માટે એક ઇનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો.  તેણે આ ઇનિંગમાં ફક્ત છગ્ગા અને ચોગ્ગાથી 94  રન બનાવ્યા. અગાઉ આ રેકોર્ડ ફાફ ડુ પ્લેસિસના નામે હતો, જેમણે બાઉન્ડ્રીથી 82  રન બનાવ્યા હતા. તે આ ફ્રેન્ચાઇઝી માટે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન પણ બન્યો છે, આ કિસ્સામાં તેણે ડુ પ્લેસિસનો રેકોર્ડ (120) પણ તોડ્યો છે.

આ સાથે, ટિમ સીફર્ટે બીજો રેકોર્ડ તોડ્યો હતો.  તે સેન્ટ લુસિયા કિંગ્સ માટે એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે કુલ 9 છગ્ગા ફટકાર્યા, અગાઉ આ રેકોર્ડ કિરોન પોલાર્ડના નામે હતો જેણે એક ઇનિંગમાં 8 છગ્ગા ફટકાર્યા હતા.