India vs Bangladesh Head to Head: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની સીરીઝમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બે વનડે મેચો જીતીને સીરીઝ સીલ કરી ચૂકી છે. આજની મેચ એકમાત્ર ઔપચારિક છે, આજની મેચ ચટગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે, આ પહેલ અમે તમને ભારત અને બાંગ્લાદેશના વનડે મેચોના હાર જીતના આંકડા બતાવી રહ્યાં છી, જાણો હેડ ટૂ હેડ કેવો છે બન્ને ટીમોનો વનડે ક્રિકેટમાં રેકોર્ડ.....
ભારત અને બાંગ્લાદેશની ટીમ અત્યારે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ બે મેચો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમા રમાઇ, અને આજે ત્રીજી અને છેલ્લી વનડે ચટગ્રામ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આવામાં જાણો વનડેમાં ભારત કે બાંગ્લાદેશ કોણ કોના પર ભારે પડી રહ્યું છે.
ભારત અને બાંગ્લાદેશના હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 37 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 36 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 7 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે.
જોકે, ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી. આ વખતે ફરી એકવાર બાંગ્લાદેશની ટીમ તેને દોહરાવ્યુ છે, અને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને વનડે સીરીઝમાં માત આપી છે. આજની મેચમાં ભારતીય ટીમ માત્ર જીત મેળવીને આબરૂ બચાવવાનો પ્રયાસ કરી શકે છે, જોકે સામે બાંગ્લાદેશની ટીમ જીત સાથે સીરીઝમાં ક્લિન સ્વિપ કરવા પ્રયાસ કરશે.
T20 WC 2022: એક પણ મેચમાં તક નહી મળવા પર ચહલે આપી પ્રતિક્રિયા, જણાવ્યું કેમ નથી મળ્યું પ્લેઈંગ 11માં સ્થાન
Yuzvendra Chahal: યુઝવેન્દ્ર ચહલને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરોમાંથી એક ગણવામાં આવે છે અને તેણે સતત તેની યોગ્યતા સાબિત કરી છે, ખાસ કરીને T20 ક્રિકેટમાં. જો કે, તેમ છતાં ચહલ સતત બે T20 વર્લ્ડ કપ ચૂકી ગયો છે. ગયા વર્ષના વર્લ્ડ કપમાં ચહલને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યારે આ વર્ષના વર્લ્ડ કપમાં ટીમમાં પસંદગી થવા છતાં તેને એક પણ મેચમાં તક મળી ન હતી. હવે ચહલે વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
આજતક કાર્યક્રમમાં ચહલે કહ્યું, "આ ટીમ કોમ્બિનેશનની વાત છે અને આ માટે અશ્વિન અને અક્ષર હાજર હતા. કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત સ્પષ્ટ હતા. બધાએ મને તૈયાર રહેવા કહ્યું અને હું તૈયાર હતો કે ક્યારે તક મળી જાય. બે T20 વર્લ્ડ કપ રમવાનો કોઈ અફસોસ નથી કારણ કે ODI વર્લ્ડ કપ 2019 માં રમાયો હતો. ODI વર્લ્ડ કપ આવતા વર્ષે ફરીથી યોજાનાર છે, તેથી મારું ધ્યાન ફક્ત તેના પર છે.