AFG vs SL: ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બે મહત્વની મેચ રમાશે. પહેલી મેચમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા (AFG vs SL)ની ટીમો આમને સામને ટકરશે, વળી, બીજી મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે ખરાખરીની ટક્કર જામશે. બન્ને મોટી મેચો આજે ઓસ્ટ્રેલિયાના બ્રિસબ્રેન ગ્રાઉન્ડમાં રમાશે. ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં પહોંચવાની રીતે આ બન્ને મેચો ખુબ મહત્વની છે.
અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા -
આ મેચ સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. બન્ને ટીમો માટે આ 'કરો યા મરો'ની મેચ છે. જે પણ ટીમ મેચ હારશે, તેના માટે સેમિ ફાઇનલનો રસ્તો લગભગ બંધ થઇ જશે. અત્યાર સુધી સુપર 12 રાઉન્ડમાં અફઘાનિસ્તાને એક મેચમાં હાર મળી છે, તથા અન્યે બે મેચો વરસાદના કારણે ધોવાઇ ગઇ છે. એટલે કે અફઘાન ટીમને હજુ સુધી ટી20 વર્લ્ડકપમાં જીત મળી નથી, પરંતુ ટીમના ખાતામાં અત્યારે કુલ 2 પૉઇન્ટ છે, જે બન્ને વરસાદના કારણે મળેલા છે. વળી બીજીબાજુ શ્રીલંકા પોતાની ત્રણ મેચોમાંથી એક જીત અને બે હારનો સામનો કરી ચૂકી છે. શ્રીલંકન ટીમ પાસે પણ 2 પૉઇન્ટ જ છે.
શ્રીલંકા અને અફઘાનિસ્તાનની વચ્ચે અત્યાર સુધી 3 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમાઇ છે, આમાંથી બે મેચોમાં શ્રીલંકા અને એક મેચમાં અફઘાનિસ્તાનને જીત મળી છે. આજની મેચમાં પણ શ્રીલંકાનુ પલડુ થોડુ ભારે લાગી રહ્યુ છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડ -
આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, ઇંગ્લેન્ડ માટે આ ખુબ મહત્વપૂર્ણ મેચ છે. તેને સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે આજની મેચ જીવતી જરૂરી છે. ઇંગ્લેન્ડે સુપર 12 રાઉન્ડમાં અત્યાર સુધી ત્રણ મેચો રમી છે. તેમાં તેને એક અફઘાનિસ્તાન સામે જીત મળી છે, અને બીજામાં આયરલેન્ડે સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, ઇંગ્લેનન્ડનો ઓસ્ટ્રેલિયા સામેનો મુકાબલો વરસાદના કરાણે ધોવાઇ ગયો હતો.
વળી, ન્યૂઝીલેન્ડ માટે આ ટી20 વર્લ્ડકપમાં પ્રદર્શન એકદમ ખાસ રહ્યુ કીવી ટીમે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હાર આપીને ટૉપનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. વળી, અફઘાનિસ્તાન સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. કીવી ટીમ હાલ ગૃપમાં નંબર વનના સ્થાન પર છે. જો કીવી ટીમ આજે મેચ જીતી જાય છે તો તે સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરનારી પહેલી ટીમ બની જશે.