Social Media On Prithvi Shaw: ભારતીય ટીમ વર્ષ 2022ના અંતમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ ન્યુઝીલેન્ડ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે સીરીઝ રમશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સિલેક્ટર્સ કમિટીએ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ માટે ટીમની જાહેરાત કરી છે. પૃથ્વી શૉને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. જે બાદ લોકો સોશિયલ મીડિયા પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. 


પૃથ્વીએ પણ શેર કરી પોસ્ટઃ


આ સિવાય પૃથ્વી શૉ પણ ઘણો નિરાશ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાની BCCI દ્વારા જાહેરાત થયા બાદ પૃથ્વી શૉએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં પૃથ્વીએ સાંઈ બાબાનો એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, "આશા છે કે, બાબા તમે બધું જોઈ રહ્યા છો."


સોશિયલ મીડિયા પર ફેન્સે ઉઠાવ્યા સવાલ


નોંધનીય છે કે, આ પહેલા પૃથ્વી શોને દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પૃથ્વી શોએ તાજેતરમાં સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. જેના કારણે ટીમમાં સ્થાન ન મળતા નિરાશ છે. આ સિવાય ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. આ સાથે સિલેક્ટર્સની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.


અભિનવ યાદવે પૃથ્વી શૉનો ફોટો ટ્વીટ કર્યો છે. ઉપરાંત, તેણે પૃથ્વી શૉની કારકિર્દીના આંકડાઓની યાદી શેર કરી છે. અભિનવે લખ્યું છે કે પૃથ્વી શૉ કરતાં ખરાબ પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને ઘણી તકો મળી છે, આવા ખેલાડીઓ સતત ફ્લોપ રહ્યા છે, પરંતુ તેમ છતાં આવા ઘણા ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પૃથ્વી શૉ સાથે અન્યાય છે.