IND vs SL 3rd T20I Weather: ત્રણ મેચોની સીરીઝમાં ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 7 જાન્યુઆરી શનિવારના રોજ એટલે કે આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન  સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલા અહીં હવામાન અંગે મોટુ અપડેટ સામે આવ્યુ છે, જાણો આજની મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં ? હવે આગામી મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. 

ફાઇનલ ટી20માં વરસાદ બનશે વિઘ્ન ?હવામાન અપડેટ પ્રમાણે, આજની મેચમાં વરસાદ કે અન્ય કોઈ રીતે હવામાન મેચમાં ખલેલ પહોંચાડે તેવું લાગતું નથી. વેધર ડોટ કોમ મુજબ મેચના દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ રાજકોટનું તાપમાન દિવસ દરમિયાન 32 ડિગ્રી સુધી પહોંચી જશે. તે જ સમયે, તે રાત્રે 17 ડિગ્રી સુધી નીચે જશે. આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન વરસાદની સંભાવના માત્ર 2 ટકા રહેશે જ્યારે રાત્રે તે ઘટીને 1 ટકા થઈ જશે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 46 ટકા રહેશે અને રાત્રે તે વધીને 57 ટકા થશે. આ સિવાય 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ રિપોર્ટને જોતા એવું લાગે છે કે નિર્ણાયક મેચમાં હવામાન કોઈ અડચણ ઉભી નહીં કરે.

બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર  - ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમે 16 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતા શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઓવરના અંત સુધી 8 વિકેટ ગુમાવીને 190 રન જ બનાવી શકી હતી. આ મેચમાં જીત સાથે શ્રીલંકાએ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે.