Happy Birthday Rohit Sharma:  આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ છે. વિશ્વ ક્રિકેટમાં "હિટમેન" તરીકે જાણીતા રોહિત પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

Continues below advertisement

1987 માં જન્મેલા રોહિતને દેશ અને દુનિયાભરમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. ચાહકો તેમની ક્રિકેટ કારકિર્દી અને તેમના યોગદાનની પ્રશંસા કરી રહ્યા છે. જમણા હાથના બેટ્સમેન રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા રેકોર્ડ બનાવ્યા છે જે કોઈપણ ખેલાડી માટે તોડવું અશક્ય છે. તો રોહિતના જન્મદિવસ પર ચાલો જાણીએ તેના અતૂટ રેકોર્ડ્સ.

Continues below advertisement

રોહિત શર્મા અતૂટ રેકોર્ડ્સ

1. ODI ઇતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર - 264

2014માં રોહિત શર્માએ શ્રીલંકા સામે 173 બોલમાં 264 રન બનાવ્યા, વન-ડે ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો. તેણે આ ઇનિંગમાં 42 બાઉન્ડ્રી ફટકારી હતી.

2. વન-ડેમાં ત્રણ બેવડી સદી, વિશ્વનો એકમાત્ર બેટ્સમેન

જ્યારે અન્ય ખેલાડીઓ બેવડી સદી માટે ઝંખે છે, ત્યારે રોહિત શર્માએ ત્રણ વખત ODI માં 200 રનનો આંકડો પાર કર્યો છે. રોહિતે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 209 રન બનાવ્યા, ત્યારબાદ કોલકાતામાં શ્રીલંકા સામે 264 રન અને મોહાલીમાં શ્રીલંકા સામે 208 રનની ઇનિંગ રમી.

3. એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં રોહિત શર્માએ 9 ઇનિંગમાં 5 સદી ફટકારી, જે એક જ વર્લ્ડકપમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. વધુમાં તેણે કુલ 7 વર્લ્ડ કપ સદી ફટકારી છે. 

આ પણ વાંચોઃ કોહલી અને ગેઇલ ઓપનર, MS ધોની કેપ્ટન; આ દિગ્ગજ ખેલાડીએ પસંદ કરી ઓલ-ટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ-11

4. કેપ્ટન તરીકે 1 વર્ષમાં 2 ICC ટ્રોફી

રોહિત માત્ર બેટ્સમેન જ નહીં પણ એક સફળ કેપ્ટન પણ છે. તેના નેતૃત્વ હેઠળ ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી. તેણે 12 મહિનામાં બે ICC ટાઇટલ જીતીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી.

5. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા (637)નો રેકોર્ડ તેના નામે છે, જે આ સંદર્ભમાં ક્રિસ ગેઇલને પાછળ છોડી દીધો છે. માત્ર છગ્ગા જ નહીં, રોહિત ટી-20માં સૌથી વધુ રન બનાવનાર પણ છે.

તેણે ટી20માં 4231 રન બનાવ્યા છે. રોહિત દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે જેણે ત્રણેય ફોર્મેટમાં છગ્ગાની સદી ફટકારી છે. તેની રેકોર્ડબ્રેક 264 રનની ઇનિંગ દરમિયાન તેણે ૩૩ ચોગ્ગા ફટકાર્યા, જે એક વનડે ઇનિંગમાં સૌથી વધુ છે.