Memes on Bhuvneshwar Kumar: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ ગઇરાત્રે રમાઇ. પંજાબના મોહાલીમાં રમાયેલી આ પ્રથમ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ઼્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 209 રનના વિશાશ લક્ષ્યને 4 વિકેટ બાકી રહેતા હાંસલ કરીને જીત મેળવી હતી.
પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાની તાબડતોડ બેટિંગની સામે ભારતીય ટીમ એકદમ નર્વસ દેખાઇ હતી, મોટો ટાર્ગેટ હોવા છતાં ટીમ ઇન્ડિયાના બૉલરો તેને ડિફેન્ડ નહતા કરી શક્યા. મેચમાં હારનુ મોટુ કારણ ભારતીય બૉલિંગ અને ફિલ્ડિંગ રહ્યું હતુ. ડેથ ઓવરોમાં ભારતની ખરાબ બૉલિંગ ખાસ કરીને લોકોએ ભુવનેશ્વર કુમારને આડેહાથે લીધો હતો, અને તેની ટ્વીટર પર ખુબ મજાક ઉડાવી હતી. મેચમાં 18મી હર્ષલ પટેલ અને 19મી ભુવનેશ્વર કુમારની ઓવરોમાં કુલ 38 રન આપ્યા હતા, અને લઇને ટીમ ઇન્ડિયા અને ભુવનેશ્વર કુમારને ટ્રૉલિંગનો શિકાર થવુ પડ્યુ. જુઓ મજેદાર મીમ્સ.......
ભારતની હાર બાદ ક્રિકેટ ફેન્સને ટ્વીટર પર અવનવા વિચિત્ર મીમ્સ બનાવીને ટીમ ઇન્ડિયાને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ, અહીં તેમાના ખાસ મીમ્સ જુઓ.......
IND vs AUS: પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું, ગ્રીન અને વેડની વિસ્ફોટક બેટિંગથી મેચ પલટાઈ
ગ્રીન અને વેડે તોફાની ઇનિંગ્સ રમી -
209 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેને પહેલો ફટકો કેપ્ટન એરોન ફિન્ચ (11)ના રૂપમાં લાગ્યો હતો. તે જ સમયે કેમેરોન ગ્રીન અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી અને ટીમના સ્કોરને 100થી આગળ લઈ ગયા. તે જ સમયે, આ મેચમાં કેમરન ગ્રીને 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગ્રીન ઉપરાંત વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 3, ઉમેશ યાદવે 2 અને ચહલે 1 વિકેટ ઝડપી હતી.